Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા સાત શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા સાત શખ્સ ઝડપાયા

રૂા.46,020 ના મુદ્દામાલ સાથે દબોચ્યા : વેરાવળમાંથી તીનપતિ રમતા 6 શખ્સ ઝબ્બે: ધરારનગરમાંથી તીનપતિનો જૂગાર રમતા 4 શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા સાત શખ્સોને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.46,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના વેરાવળ ગામમાંથી જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.11,740ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.12,230 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ વધુ તપાસ આરંભી હતી. જામનગર શહેરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.3960 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મહેન્દ્રસિંહ રૂપસિંહ રાઠોડ, સરફરાજ કાદરમીયા બુખારી, યુસુફ હુશેન રાજાણી, યુસુફ ઈસ્માઈલ મલેક, રાજુ લક્ષ્મણ અયણાવારા, નવાઝ શબ્બીર બુખારી અને ગીરીશ દિનેશ જેઠવા નામના સાત શખ્સોને રૂા.12,120 ની રોકડ રકમ અને ઘોડીપાસાની એક જોડી તથા રૂા.30 હજારની કિંમતના વાહન અને 3900 ની કિંમતના ચાર નંગ મોબાઇલ મળી કુલ રૂા.46,020 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામજોધપુર તાલુકાના વેરાવળ ગામમાં પ્રાથમિકશાળા પાસે લીમડાના ઝાડ નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હસનસુમાર પટ્ટા, મહમદ મુસા કટારીયા, હાસમ જુમા રાવકરડા, હાજી કાસમ પટ્ટા, ઓસમાણ ઈસાક રાવકરડા, હુશેન સુમાર પટ્ટા સહિતના છ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.11740 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરના ધરારનગર 1 માં ઈદ મસ્જિદ પાસે તીનપતિનો જૂગાર રમતા સલીમમામદ તાયાણી, ઈમરાન ઈબ્રાહિમ ધુધા, મામદ આમદ હાલેપોત્રા, દાઉદ કાસમ હાલેપોત્રા નામના ચાર શખ્સોને રૂા.12230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચોથો દરોડો, જામનગર શહેરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઈસ્માઇલ અકબર શેખ, નવાઝ હુશેન સંઘાર, હાજી અબ્દુલ મકરાણી, સલીમ મામદ ભાડેલા, ફારુક કાસમ મલ્લા, કાસમ ઈબ્રાહિમ દલ નામના છ શખ્સોને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.3900 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ નાશી ગયેલ તૈયબ ઈસ્માઇલ દલ સહિતના સાત શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular