Saturday, September 26, 2026
Homeરાજ્યહાલારસિકયોરીટી એજન્સીના સંચાલક ઉપર સાત શખ્સોનો હુમલો

સિકયોરીટી એજન્સીના સંચાલક ઉપર સાત શખ્સોનો હુમલો

અગાઉના કોન્ટ્રાકટર એજન્સીના હેડ સહિતનાઓ દ્વારા હુમલો : મુરીલા નજીક કારને આંતરી લીધી : ધોકા વડે હુમલો કરી કારના કાચ તોડી નાખ્યા : પોલીસ દ્વારા હુમલો અને ધમકીનો ગુન્હો નોંધી કાર્યવાહી

લાલપુર તાલુકાના મુરીલા ગામ નજીક સિકયોરીટી એજન્સીના કર્મચારી ઉપર સિકયોરીટીના કામ અંગે ગેરકાયદેસર મંડળી રચી 6 થી 7 જેટલા શખ્સોએ સ્કર્પીયો કારમાં આવી યુવાનની કારને આંતરી લાકડાના ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી કારમાં નુકશાન પહોંચાડયુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ મુંબઇના મલાડ વેસ્ટમાં શિવશકિત એસઆરએ બિલ્ડીંગ નં.2માં 601 નંબરના ફલેટમાં રહેતો મનમોહનસિંહ અમરેન્દ્ર પ્રસાદસિંહ તોમર (ઉ.વ.31) નામનો યુવાન સિકયોરીટી એજન્સી ચલાવતો હોય અને લાલપુર તાલુકાના મુરીલા ગામ નજીક આવેલી ગોલાઇ પાસેથી ગઇકાલે સાંજના સમયે તેની જીજે01 કેસી 7132 નંબરની એસેન્ટ કારમાં જતો હતો ત્યારે સ્કોર્પીયો કારમાં આવેલા 6 થી 7 શખ્સોએ સિકયોરીટી સંચાલકની કારને આંતરી લીધી હતી અને લાકડાના ધોકા વડે મનમોહનસિંહ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ ધોકા વડે કારના કાચ તોડી નાખી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ઇન્ચાર્જ પોલીસ પીઆઇ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે મનમોહનસિંહના નિવેદનના આધારે જે.ડી. સિકયોરીટીનો હેડ તથા અન્ય 6 શખ્સો વિરૂઘ્ધ હુમલો અને ધમકીનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular