Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં સિરોસર્વેની કામગીરી પૂર્ણ, 1800 સેમ્પલ લેવામાં આવ્યા

જામનગરમાં સિરોસર્વેની કામગીરી પૂર્ણ, 1800 સેમ્પલ લેવામાં આવ્યા

જામનગર શહેરના લોકોમાં વેક્સિનેશન અને કોરોનાની બીજી લહેરબાદ કેટલાં પ્રમાણમાં એન્ટીબોડી વિકસસિત થઇ છે તે ચકાસવા માટે જામ્યુકો દ્વારા સિરો સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જામ્યુકોના આરોગ્ય વિભાગ દ્વારા આ માટે શહેરના જૂદાં જૂદાં વિસ્તારમાંથી જૂદાં જૂદાં એજ ગ્રુપના લોકોના કુલ 1800 બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેને પરિક્ષણ માટે લેબોલેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનું પરિણામ આવ્યા બાદ જાણી શકાશે કે, શહેરના લોકોમાં કેટલાં પ્રમાણમાં એન્ટીબોડી વિકસીત થઇ છે.

રાજયસરકાર દ્વારા રાજયના તમામ મહાનગરોમાં સિરોસર્વે હાથધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને અનુસંધાને જામનગર શહેરના તમામ 16 વોર્ડમાં 50 જેટલાં કલસ્ટરમાંથી આરોગ્ય વિભાગના 150 તાલીમબધ્ધ સ્ટાફ દ્વારા કુલ 1800 સેમ્પલ લેવાના હતાં જે કામગીરી જામ્યુકોના આરોગ્ય તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આ તમામ સેમ્પલ રાજયસરકાર દ્વારા નિયત કરાયેલ લેબોલેટરીમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આગામી સમયમાં તેનું પરિણામ આવ્યા બાદ જાણી શકાશે કે, શહેરમાં કેટલાં પ્રમાણમાં એન્ટીબોડી વિકસીત થઇ શકી છે. સેમ્પલ કલેકશનની કામગીરી માટે જી.જી.હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગનો પણ સહકાર પ્રાપ્ત થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular