નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અત્યાર સુધીનું બીજું સૌથી મોટું જીએસટી કલેક્શન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન 10.4 ટકા વધીને 1.72 લાખ કરોડ રૂપિયા નોંધવામાં આવ્યું છે. આ કલેક્શન અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન છે. ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત જીએસટી કલેક્શન 1.70 લાખ કરોડ રૂપિયા કે તેનાથી વધારે નોંધવામાં આવ્યું છે.
નાણા મંત્રાલયે જણાવ્યું છે કે 31 જાન્યુઆરીએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં જીએસટીની આવક 1,72,129 કરોડ રૂપિયા રહી હતી. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 10.4 ટકા વધુ છે. ઉલ્લેખનિય છે કે જાન્યુઆરી, 2023માં જીએસટી કલેકશન 1,55,922 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
એપ્રિલ 2023 થી જાન્યુઆરી 2024 સુધીના ગાળામાં કુલ જીએસટી કલેક્શન 16.69 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 11.6 ટકા વધુ છે. એપ્રિલ 2022 થી જાન્યુઆરી 2023 સુધીના ગાળામાં કુલ જીએસટી કલેક્શન 14.96 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રિલ 2023 માં 1.87 લાખ કરોડ રૂપિયા નોંધવામાં આવ્યું હતું. ટેક્સ નિષ્ણાતોએ જણાવ્યું છે કે જીએસટી કલેક્શન સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2017-18 માં સરેરાશ જીએસટી કલેકશન 0.85 લાખ કરોડ રૂપિયા હતું. જે નાણાકીય વર્ષ 2023-24 માં વધીને 1.65 લાખ કરોડ રૂપિયા હતું. સતત વધી રહેલા જીએસટી કલેક્શનને પગલે સરકારને વધુ જીએસટી સુધારા કરવાની તક મળશે. જાન્યુઆરી 2024 નું 1.72 લાખ કરોડ રૂપિયા છે. જીએસટી કલેક્શન પથી કહી શકાય કે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે.