Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયવચગાળાના બજેટમાં વચગાળાની કોઇ રાહત નહીં

વચગાળાના બજેટમાં વચગાળાની કોઇ રાહત નહીં

- Advertisement -

નાણાંમંત્રી નિર્મલા સિતારમને આજે લોકસભામાં 2024નું વચગાળાનું બજેટ રજૂ કર્યુ હતું. આગામી લોકસભા ચૂંટણી પહેલાં સરકારનું આ અંતિમ બજેટ છે. ચૂંટણી બાદ જૂન-જુલાઇમાં ફરી એક વખત પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. આજે રજૂ કરાયેલા બજેટમાં કોઇ મોટી જાહેરાતો કરવામાં આવી નથી કે લોકોને વચગાળાની કોઇ રાહત પણ આપવામાં આવી નથી. નાણાંમંત્રીએ બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, સોલાર પેનલ લગાડનારા એક કરોડથી વધુ ઘરોને નિ:શુલ્ક વિજળી આપવામાં આવશે. જયારે આવકવેરા સહિત ડાયરેકટ ઇન ડાયરેકટ ટેકસ લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી.નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે વચગાળાની બજેટની પરંપરાને યથાવત્ રાખી છે. ખરેખર વચગાળાના બજેટમાં કોઈ પણ પ્રકારની કોઈ આકર્ષક જાહેરાતો કરવામાં આવતી નથી. આ જ કારણ છે કે સરકારે આવી કોઈ લોકોને આકર્ષવા માટેની જાહેરાતો કરી નથી.

- Advertisement -

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ વખતે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યા નથી. એટલે કે ઈન્કમ ટેક્સમાં ટેક્સપેયર્સને કોઈ રાહત અપાઈ નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રાજકોષીય ખાધ 5.1 ટકા રહેવાનો અંદાજ છે. ખર્ચ રૂ. 44.90 કરોડ અને અંદાજિત આવક રૂ. 30 લાખ કરોડ રહેવાનું અનુમાન છે. 10 વર્ષમાં આવકવેરા વસૂલી ત્રણ ગણી વધી છે. ટેક્સ રેટમાં ઘટાડો કર્યો છે. 7 લાખની આવક ધરાવતા લોકોએ હવે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. 2025-2026 સુધીમાં ખોટમાં વધુ ઘટાડો થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “યાત્રીઓની સલામતી, સુવિધા અને આરામ માટે 40,000 સામાન્ય રેલ્વે કોચને વંદેભારત ટ્રેનના કોચની જેમ અપગ્રેડ કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અમે બાયોફ્યુઅલ માટે સમર્પિત સ્કીમ લાવ્યા છીએ. જાહેર પરિવહન માટે ઈ-વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવે-દરિયાઈ માર્ગને જોડવા પર પણ ભાર મૂકવામાં આવશે. પ્રવાસન કેન્દ્રોના વિકાસને વેગ આપશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝડપી બની રહ્યો છે. રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવામાં આવી રહી છે. ટાયર 2 અને ટાયર 3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે. લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે. પીએમ આવાસ યોજનામાં 70 ટકા ઘર મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. 75 હજાર કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવી છે. FDI પણ 2014 થી 2023 સુધી વધ્યું છે. સુધારા માટે 75 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular