Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરધ્રોલ નજીક અકસ્માતમાં મોત નિપજનાર યુવકના વાલીવારસની શોધખોળ

ધ્રોલ નજીક અકસ્માતમાં મોત નિપજનાર યુવકના વાલીવારસની શોધખોળ

- Advertisement -

ગત તા.22 ના રોજ ધ્રોલ નજીક આહિર ક્ધયા છાત્રાલય પાસે એસ.ટી. બસની હડફેટે યુવકનું મૃત્યુ થયું હતું. આ યુવાનના વાલીવારસની શોધખોળ ચાલુ હોય, મૃતકને કોઇ ઓળખતા હોય તો ધ્રોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ગત તા.22 ના રોજ ધ્રોલ નજીક આહિર ક્ધયા છાત્રાલય પાસેથી પસાર થતા 30 થી 35 વર્ષના યુવાનને જીજે-18-ઝેડ-8794 નંબરની એસ.ટી. બસના ચાલકે હડફેટે લેતા યુવાનને પ્રથમ ધ્રોલ સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવાને શરીરે બ્લુ કલરનું ટીશર્ટ અને ટે્રક-પેન્ટ પહેર્યુ છે. જેના હાથમાં અંગે્રજીમાં આર આર તથા દિલમાં આર એ અને ગુજરાતીમાં રોબોટ લખેલ છે તથા હાથના પંજામાં ૐ ત્રોફાવેલ છે. મૃતક ને કોઇ ઓળખતા હોય તો ધ્રોલ પોલીસ સ્ટેશન 02847 222033 નો સંપર્ક કરવા ધ્રોલ પોલીસની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular