Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાત ફરી શાળાઓ ઓનલાઇન થશે ! : IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા એડવાઇઝરી જાહેર

 ફરી શાળાઓ ઓનલાઇન થશે ! : IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા એડવાઇઝરી જાહેર

- Advertisement -

ગુજરાતમાં ત્રીજી લહેરની શંકાઓ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દૈનિક કેસોમાં વધારો થઇ રહ્યો છે. ઉપરાંત ઓમીક્રોન વેરિયન્ટના કેસમાં પણ મોટો ઉછાળો આવ્યો છે, ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચ દ્વારા એક મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરાઈ છે. તેમાં રાજ્ય સરકારને ઘણા મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે.

- Advertisement -

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનસ ગુજરાત બ્રાન્ચ દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી પ્રમાણે કોઈ પણ વ્યક્તિમાં શરદી – ખાંસી, શરીરમાં દુખાવો કે થાક લાગે તો તાત્કાલિક નિષ્ણાત તબીબનું માર્ગદર્શન લેવા માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

હાલની પરિસ્થિતિ અને સંજોગો જોતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડોકટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંક્રમણ વધવાની સ્થિતિમા  પ્રાથમિક શાળાનું ઓફલાઇન શિક્ષણ કાર્ય બંધ કરી ઓનલાઇન કરવા તાત્કાલીક વિચારણા કરવી જોઇએ. બાકીના કલાસીસ માં 2 પાળીમાં શિક્ષણ અથવા વિદ્યાર્થીને ઓડ-ઇવન બોલાવી સંખ્યા નિયંત્રણ મા રાખી શકાય.

- Advertisement -

૧૫ થી ૧૮ વર્ષ થી ઉપર ના શાળા કોલેજ જતા તરુણો માટે ફરજિયાત વેકસીન તથા જે લોકો બીજે કામ કરતા હોય તેમને વેક્સિન આપવા જણાવ્યુ છે. આ સિવાય ફરજિયાત વેકસિનેશનના માધ્યમથી વધુમાં વધુ લોકોને સુરક્ષિત કરવામાં આવે તેનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

IMA ગુજરાત બ્રાંચ દ્વારા જાહેર કરવામાં આવેલ એડવાઇઝરીમાં  મેળાવડા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે અથવા લોકો પોતે જ જવાનું ટાળે તેવું કહેવાયું છે. લગ્ન, સામાજિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમો માટે કુલ ક્ષમતા કરતા 25 ટકા જ મર્યાદામાં પરિસરનો ઉપયોગ કરવા જણાવાયું છે. મંદિર, બગીચા અને જાહેર સ્થળોએ 40 ટકા ક્ષમતામાં જ ભરવા, રેસ્ટોરન્ટ, હેલ્થ ક્લબ, સિનેમા તેમની સક્ષમતાના 50 ટકા મુજબ ચલાવવા કહેવાયું છે.

- Advertisement -

સરકારી ઓફિસ અને અન્ય જાહેર સ્થળો પર કોરોના વેક્સિનના 2 ડોઝ લીધા હોય તેવા વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવે અને કોરોના ગાઇડલાઈનનું કડકાઈથી પાલન
થાય, આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂનો કડકાઇથી અમલ કરવા માટે પણ રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.

 

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular