Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયSBI આજે જાહેર કરશે ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો

SBI આજે જાહેર કરશે ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો

- Advertisement -

સુપ્રીમ કોર્ટે સોમવારે (18 માર્ચ) SBIને 21 માર્ચ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું. નવા આદેશમાં, સુપ્રીમ કોર્ટે યુનિક બોન્ડ નંબરો જાહેર કરવાનો પણ આદેશ આપ્યો છે, જેના દ્વારા બોન્ડ ખરીદનાર અને ભંડોળ મેળવનાર રાજકીય પક્ષ વચ્ચેની લિંક જાણી શકાય છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે કહ્યું- 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં SBIના ચેરમેન એક એફિડેવિટ પણ આપે અને જણાવે કે તેમણે તમામ માહિતી આપી છે. સીજેઆઇ ચંદ્રચુડની બેન્ચે કહ્યું કે એસબીઆઇ માહિતી જાહેર કરતી વખતે સિલેક્ટિવ ન હોઈ શકે. આ માટે, અમારા ઓર્ડરની રાહ જોશો નહીં. એસબીઆઇ ઇચ્છે છે કે અમે તેમને બતાવીએ કે શું જાહેર કરવાનું છે, પછી તમે જણાવશો. આ વલણ યોગ્ય નથી.

અગાઉ, 11 માર્ચના તેના નિર્ણયમાં, બેન્ચે એસબીઆઇને બોન્ડની સંપૂર્ણ વિગતો આપવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, એસબીઆઇએ ફક્ત તે જ લોકો વિશે માહિતી આપી હતી જેમણે બોન્ડ ખરીદ્યા હતા અને રોકડ કર્યા હતા. કયા દાતા દ્વારા કયા રાજકીય પક્ષને કેટલું દાન આપવામાં આવ્યું તે જાહેર કરવામાં આવ્યું ન હતું. આ પછી કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ને 16 માર્ચે નોટિસ આપી હતી અને 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો હતો.

- Advertisement -

16 માર્ચે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ કોર્ટના નિર્ણય બાદ અધૂરો ડેટા આપ્યો છે. આ દરમિયાન એડવોકેટ મેથ્યુસ નેદુમપરા અને CJI DY ચંદ્રચુડ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી.

સુનાવણી દરમિયાન, નેદુમપરાએ દરમિયાનગીરી કરી અને કહ્યું કે ચૂંટણી બોન્ડનો મુદ્દો બિલકુલ ન્યાયી મુદ્દો નથી. આ એક પોલિસી મામલો હતો અને તેમાં કોર્ટની કોઈ દખલગીરી નહોતી. એટલા માટે લોકોને લાગે છે કે આ નિર્ણય તેમની પીઠ પાછળ લેવામાં આવ્યો હતો.જ્યારે નેદુમપરા બોલી રહ્યા હતા ત્યારે સીજેઆઇએ તેમને રોકીને સાંભળવા કહ્યું, પરંતુ નેદુમપરાએ કહ્યું કે હું આ દેશનો નાગરિક છું. આના પર સીજેઆઇએ કહ્યું, “એક સેક્ધડ, મારા પર બૂમો પાડશો નહીં. નેદુમપરાએ જવાબ આપ્યો, ‘ના, ના, હું બુમો પાડતો નથી. જેના પર સીજેઆઇએ કહ્યું, “આ હાઈડ પાર્ક કોર્નરની મીટિંગ નથી, તમે કોર્ટમાં છો. તમે અરજી દાખલ કરવા માંગો છો, અરજી દાખલ કરો. તમને સીજેઆઇ તરીકે મારો નિર્ણય મળી ગયો છે, અમે તમારી વાત સાંભળી રહ્યા નથી.‘તમે અરજી દાખલ કરવા માંગો છો પછી તેને ઈમેલ પર ટ્રાન્સફર કરો. આ કોર્ટનો આ નિયમ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular