Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયસુપ્રિમ કોર્ટમાં આજે ‘રેવડી કલ્ચર’ અંગે સુનાવણી

સુપ્રિમ કોર્ટમાં આજે ‘રેવડી કલ્ચર’ અંગે સુનાવણી

સર્વોચ્ચ અદાલત આ અંગે પણ આકરૂં વલણ અપનાવે તેવી શકયતા

- Advertisement -

રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી સમયે અપાતા મફત ભેટના વચનો જેને રેવડી ક્લ્ચર તરીકે ઓળખવામાં આવે છે. તેની સામે સર્વોચ્ચ અદાલત આકરુ વલણ અપનાવે તેવી શક્યતા છે. સુપ્રિમ કોર્ટમાં આ અંગેની દાખલ થયેલી એક રીટ સુનાવણી કરવા સર્વોચ્ચ અદાલતે સ્વીકાર કર્યો છે.

- Advertisement -

આ અરજી દાખલ કરનાર સીનીયર ધારાશાસ્ત્રી અશ્વિની ઉપાધ્યાયએ જણાવ્યું કે,લોકસભા ચૂંટણી માટે પ્રક્રિયા શરુ થઇ છે. પરંતુ રાજકીય પક્ષો ચૂંટણી વચનોમાં જે રીતે લોકોને મફત ભેટ કે સુવિધાના વાયદા કરે છે તે વાસ્તવમાં મતદારોને એક લાંચ જેવું જ છે અને તેથી તેના પર પ્રતિબંધ મુકાવો જોઇએ ઉપરાંત રાજકીય પક્ષો નાણાંકીય પ્રભાવની ચિંતા કર્યા વગર જ આ પ્રકારની યોજનાઓ જાહેર કરે છે.

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડની બનેલી ખંડપીઠે કહ્યું કે અમે આ અંગે સુનાવણી કરવા જઇ રહ્યા છીએ. સુપ્રિમ સમક્ષ થયેલી અરજીમાં રેવડી કલ્ચર અપનાવનાર રાજકીય પક્ષને અને ઉમેદવારને બંધારણની કલમ-14, 165, 266 (3) હેઠળ દોષીત જાહેર કરવા અને રાજકીય પક્ષની નોંધણી રદ કરીને તેનું ચૂંટણી પ્રતિક રદ કરવાની માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

આ અરજીમાં જણાવ્યું હતું કે, સરકારી નાણાનો ઉપયોગ તર્ક વગરની મફતની યોજનાઓ મારફત લોકોને જે રીતે ભેટ આપવાના વાયદા કરવામાં આવે છે તેનો ખોટો લાભ રાજકીય લઇને મત મેળવે છે. મતદાતાઓને કોઇપણ પ્રકારના પ્રલોભન કે લાલચ આપવા પર પૂર્ણ રીતે પ્રતિબંધ લાદી દેવો જોઇએ અને ચૂંટણી પંચે પણ તેમાં સખતાઇથી કામ કરવું જોઇએ કારણ કે આ પ્રકારની યોજનાઓથી ચૂંટણીની પવિત્રતાને અસર થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular