જામનગર જીલ્લામાં પડેલા ધોધમાર વરસાદના પરિણામે હવે સસોઈ ડેમ પણ ઓવરફલો થયો છે. સસોઈ ડેમ કે જેમાંથી જામનગર શહેરને પાણી પૂરૂ પાડવામાં આવે છે ઉપરાંત આસપાસના વિસ્તારમાં સિંચાઈ માટે પણ પાણી છોડવામાં આવે છે.
જે ડેમમાં ગઈકાલે 7 ફૂટની સપાટી છલકાવાપર બાકી હતી. દરમિયાન મોડી રાત્રે ડેમ ઓવરફલો થયો હતો. જામનગર શહેરને પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ઓવરફલો થતા 1 વર્ષ સુધી ચાલી શકે તેટલો પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ બની ગયો છે.