Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારદરિયાઈ પ્રદુષણ રોકવા વાડીનાર નજીક ‘સમુદ્ર પાવક’ જહાજ કાર્યરત

દરિયાઈ પ્રદુષણ રોકવા વાડીનાર નજીક ‘સમુદ્ર પાવક’ જહાજ કાર્યરત

દરિયામાં પ્રદૂષણ રોકવા માટે આ જહાજની મહત્વની ભૂમિકા : દેશની ઉર્જા સુરક્ષા માટે મદદરૂપ થશે

- Advertisement -

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ સમુદ્ર પાવક જે એક વિશિષ્ટ પ્રદૂષણ નિયંત્રક છે, અને આ જહાજ ભારતના તેલ અને ગેસ ઉદ્યોગ માટેના નિર્ણાયક વિસ્તાર એવા કચ્છના અખાતમાં પ્રદૂષણ સામે અસરકારક પગલાં લેવા માટે સોમવાર તા. 1 એપ્રિલના રોજ ખંભાળિયા નજીકના વાડીનાર ખાતે પુન સ્થાપિત કરવામાં આવી છે.

- Advertisement -

આઈસીજીએસ સમુદ્ર પાવક એ અદ્યતન પ્રદૂષણ નિયંત્રણ જહાજ છે. આ જહાજ સમુદ્રમાં ઢોળાયેલા ઓઇલને દૂર કરવા માટે અધ્યતન ટેકનોલોજી અને સંસાધનો ધરાવે છે. વાડીનાર ખાતે તેનું સ્થાન કચ્છના અખાતમાં કોઈપણ સંભવિત જોખમોને પહોંચી વળવા માટે આઈસીજીની તૈયારીમાં નોંધપાત્ર વધારો કરશે. જે ભારત દ્વારા આયાત કરવામાં આવતા કુલ 70 ટકા જેટલો હિસ્સો ધરાવતા તેલનું સંચાલન કરે છે.

કચ્છનો અખાત અસંખ્ય ઓઈલ હેન્ડલિંગ કંપનીઓ, સિંગલ પોઈન્ટ મુરિંગ્સ (એસપીએમ) અને રિફાઇનરીઓનું ઘર છે. અહીં આ જહાજને સ્થાન આપવાથી આગામી સમયમાં દરિયાઈ પ્રદૂષણની ઘટનાઓ રોકવા તેમજ દેશની ઉર્જા સુરક્ષા માટે મદદરૂપ થશે. વાડીનાર ખાતે આ જહાજને સ્થાયી કરવાથી આઈ.સી.જી. ઘટના સ્થળ પર ઝડપથી પહોંચવામાં સક્ષમ બનશે. સાથે સાથે સંભવિત પર્યાવરણીય નુકસાનને ઓછું કરશે. આ ઉપરાંત આ જહાજ ઉદ્યોગના હિસ્સેદારો અને પ્રદૂષણ પ્રતિભાવ એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન અને સહયોગ માટે પરવાનગી આપશે. કચ્છના અખાતમાં આ જહાજની હાજરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકશે અને અહીં સલામત દરિયાઈ વ્યવહારને પ્રોત્સાહન મળશે.

- Advertisement -

ભારતીય તટરક્ષક દળ ભારતના દરિયાઈ પર્યાવરણનું રક્ષણ કરવા અને દરિયાઈમાં જીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આઈ.સી.જી.એસ. સમુદ્ર પાવકની આ પુન: સ્થાપના દરિયાઈ પ્રદૂષણ સામેનું આ એક મહત્વનું પગલું સાબિત થશે.

આઈ.સી.જી.એસ. સમુદ્ર પાવક કચ્છના વ્યૂહાત્મક અખાતમાં પ્રદૂષણ સામેની ક્ષમતાઓને મજબૂત કરવા માટે તારીખ 1 એપ્રિલના રોજ વાડીનાર ખાતે પુન: સ્થાપિત કરવામાં આવ્યું છે. આનાથી દરિયાઈ પ્રદૂષણના જોખમોનો સામનો કરવા માટે આઈ.સી.જી.ની કાર્યક્ષમતાઓમાં વધારો થશે. સાથે સાથે પર્યાવરણીય રીતે સંવેદનશીલ જીવોના સંરક્ષણનું સંકલન પણ ઝડપી બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular