Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરમહાતપસ્વીના જન્મદિવસે જ સંથારો સીઝી ગયો

મહાતપસ્વીના જન્મદિવસે જ સંથારો સીઝી ગયો

જામનગરના ફોફરીયા પરિવારની પુત્રી લલિતાબેન દોશીનો મહાભાગવતી દિક્ષાના આઠમાં દિવસે સંથારો સીઝી ગયો : આજે સવારે 10:15 કલાકે રાજકોટના વિવિધ માર્ગો પર પાલખીયાત્રા નિકળી : 86 વર્ષની ઉંમરે નિરોગી હતા

- Advertisement -

ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના પ.પૂ. ગુરૂભગવંત બા.બ્ર. રાજેશમુનિજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી ઉગ્ર તપસ્વી પ.પૂ. લક્ષિતાજી મહાસતીજી ભગવંતની અતિ દુષ્કર આજીવન અનશન આરાધના આજે તા. 2 એપ્રિલના રોજ અંતિમ તપ આરાધનાનો 9મો અને સંથારાનો 8મા દિવસે સવારે 8:35 કલાકે સંથારો રાજકોટના સુમતિનાથ જૈન સંઘ ઉપાશ્રયે સીઝી ગયો હતો. જેની પાલખી યાત્રા આજે સવારે 10:15 કલાકે રાજકોટના માર્ગો પરથી રામનાથપરા સ્મશાગૃહે સંપન્ન થશે.

- Advertisement -

વાંકાનેર નિવાસી હાલ રાજકોટ વસતા સૌરાષ્ટ્રના જાણીતા સામાજિક અગ્રણી વિબોધભાઇ દોશીના માતા લલિતાબેન નવીનચંદ્ર દોશીએ તા. 25-3ના રોજ સંથારો જાહેર કર્યો હતો અને બા.બ્રા. અર્પિતાજી મહાસતીજીના સાનિધ્યમાં સુમતિનાથ સંઘની તપોભૂમિમાં તા. 26 માર્ચના રોજ સંથારાની સાધનાનો શુભારંભ કરેલ હતો. જૈન ભાગવતી દિક્ષા અંગીકાર કરીને નવદિક્ષિત લક્ષિતાજી મહાસતીજી બની આજીવન અનશન મહાતપ અંગીકાર કર્યો હતો. તેમણે બે વખત માસક્ષમણ (31 ઉપવાસ), 16 ઉપવાસ, 8 ઉપવાસ આદિની વિશિષ્ટ તપ આરાધના કરી હતી. ધર્મનિષ્ઠ લલિતાબેન વાંકાનેરના શિક્ષીકા તરીકે સેવા આપી હતી. તેઓનું જીવન સાદગી અને ધાર્મિક હતું. 86 વર્ષની ઉંમરે પણ તેમને કોઇપણ જાતનો રોગ ન હતો. સંપૂર્ણ સભાન અવસ્થામાં શ્રધ્ધા અને ભક્તિૂર્વક સાંથારો ગ્રહણ કર્યો હતો જૈન દિક્ષા અંગીકાર કરી હતી. તેઓ જામનગર નિવાસી વિઠ્ઠલજી આણંદજી ફોફરીયાના પુત્રી હતાં. જામનગરના હાથીભાઇ વિઠ્ઠલજી ફોફરીયાના બેન તથા ગીતાબેન, અજીતભાઇ, જયેશભાઇ, વિમલેશભાઇના સંસારી ફઇબા થતાં હતાં.

મૃત્યુને મહોત્સવ બનાવવાની ઉચ્ચત્તમ સાધના તેમનામાં રહેલી હતી. ગત રવિવાર તા. 31થી સૌરાષ્ટ્રના તમામ જૈન સંઘોએ તેમના દર્શનનો લાભ લીધો હતો. જામનગરમાંથી પણ સંઘના લોકો રાજકોટ ઉમટી પડયા હતાં. આજે સવારે 8:35 કલાકે સંથારો સીઝી ગયા બાદ રાજકોટના સુમતિનાથ જૈન સંઘ, ગીતા મંદિર મેઇન રોડથી સવારે 10:15 કલાકે પાલખીયાત્રા નિકળી હતી. જે રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુલ, નાગરિક બેંક ચોક, ભૂતખાના ચોક, કેનાલ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, પેલેસ રોડ, વિરાણી પૌષધશાળા થઇ રામનાથપરા સ્મશાન ગૃહે પૂર્ણ થઇ હતી. જેમાં જામનગર સહિત દેશના જૈન-જૈનેતરોના તમામ સંઘોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular