Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરસિકકા નજીક શીપમાં રશિયન નાગરિકની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

સિકકા નજીક શીપમાં રશિયન નાગરિકની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

બુધવારે બપોરે રશિયન શિપમાં દોરી વડે ગળેટૂંપો ખાઇ જિંદગી ટૂંકાવી : પત્નીને અન્ય વ્યકિત સાથે અફેરનું લાગી આવ્યું : બેડી મરીન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી

જામનગર તાલુકાના સિકકા નજીક લાંગરેલી રશીયન શીપમાં રહેલા આધેડ રશીયન નાગરિકે કોઇ કારણસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં બેડી મરીન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિકકા જેટીમાં લાંગરેલી એમપી એનર્જી જેન્ટાવર નામની રશિયન શીપ લાંગરી હતી. આ રશિયન શિપમાં રહેલાં રશિયાના પીવનેકો ડેમિટ્રી (ઉ.વ.47) નામના આધેડએ તેની શિપમાં બુધવારે બપોરના સમયે દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યાના બનાવની જાણ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. જેના આધારે બેડી મરીન પીએસઆઇ વી. એસ. પોપટ તથા સ્ટાફ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયો હતો. અને સ્થળ પરથી રશિયન નાગરિકના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા તથા મૃતકના પરિવારજનોને જાણ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ પોલીસની તપાસ દરમ્યાન મૃતક યુવાનની પત્નીને રશિયામાં અન્ય વ્યક્તિ સાથે અફેર હોવાનું જણાતા મનમાં લાગી આવતાં આધેડએ જિંદગી ટૂંકાવી હોવાના તારણના આધારે બેડી મરીન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular