Tuesday, December 3, 2024
Homeરાજ્યજામનગરબે કાર વચ્ચે અકસ્માત, આરટીઓ દ્વારા ઈજાગ્રસ્તોને મદદ

બે કાર વચ્ચે અકસ્માત, આરટીઓ દ્વારા ઈજાગ્રસ્તોને મદદ

ખંભાળિયા નજીક ગુરૂવારે સાંજના સમયે બે કાર વચ્ચે અકસ્માત: તે સમયે નિકળેલા આરટીઓ અધિકારી દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

- Advertisement -

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગઈકાલે ગુરુવારે સાંજે બે મોટરકાર વચ્ચે અકસ્માત સર્જાતા અહીંથી નીકળેલા આર.ટી.ઓ. અધિકારી દ્વારા ઘવાયેલાઓને મદદરૂપ થઈને જરૂરી કામગીરી કરાતા ઈજાગ્રસ્તોને તાકીદની જરૂરી સારવાર પ્રાપ્ત થઈ હતી.

- Advertisement -

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ, ખંભાળિયાથી દ્વારકા તરફના હાઈવે માર્ગ પર સોનારડી ગામના પાટીયા પાસે ગુરુવારે સાંજે આશરે પાંચેક વાગ્યાના સમયે જઈ રહેલી એક મોટરકારને પાછળથી અન્ય એક મોટરકારના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અહીં રોડ ઉપરથી ઉતરી ગયેલી એક કારમાં બેઠેલા દંપતિ તેમજ ચાર બાળકો સહિતના મુસાફરો ઇજાગ્રસ્ત હાલતમાં કણસતા હતા. તે જ સમયે અહીંથી નીકળેલા આર.ટી.ઓ. અધિકારી ડી.જે. આંબલીયા તથા સ્ટાફ દ્વારા તુરત જ પોતાનું વાહન થંભાવી અને ઈજા પામેલા આ દંપતિ તેમજ બાળકોને 108 એમ્બ્યુલન્સ સહિતની જરૂરી સારવાર અપાવી અહીંની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે મોટી જાનહાની થતા અટકી હતી.

આર.ટી.ઓ. અધિકારી આંબલીયા તથા સ્ટાફની આ તાકીદની સેવા મળતા ઈજાગ્રસ્ત પરિવારજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે સરકારી અધિકારીએ પોતાની ફરજ સાથે માનવતાની સુવાસ પણ પ્રસરાવી, નૈતિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular