ઓખાથી મુંબઇ વચ્ચે ચાલતી સૌરાષ્ટ્ર મેઇલ ટ્રેનનો અલિયાબાડાનો સ્ટોપ રદ્ કરી નાખવા સામે લોકો દ્વારા વિરોધ દર્શાવાયો છે. અલિયા ગ્રામ પંચાયત દ્વારા સૌરાષ્ટ્ર મેઇલનો અલિયાબાડાનો સ્ટોપ ફરી શરુ કરવા માગણી કરવામાં આવી છે. જો આ અંગે કોઇ નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ઓખાથી મુંબઇ ચાલતા સૌરાષ્ટ્ર મેઇલ ટ્રેનનો અલિયાબાડાનો સ્ટોપ રદ્ કરી નાખવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા લેવામાં આવતાં અલિયાબાડા તથા આજુબાજુના ગામોના ગ્રામજનો દ્વારા શખત વિરોધ કરવામાં આવ્યો છે. અલિયાબાડા જામનગર તાલુકાનું દશ હજારની વસતિ ધરાવતું મોટામાં મોટુ ગામ છે. જે રેલવે વ્યવહારથી જોડાયેલું છે.
અલિયાબાડામાં વિવિધ શૈક્ષણિક સંકુલો આવેલા છે. કેન્દ્ર સરકારનું નવોદય વિદ્યાલય પણ અલિયાબાડામાં છે. અલિયાબાડા રેલવે સ્ટેશન સાથે આજુબાજુના પંદરેક ગામો જોડાયેલા છે. અહીં સૌરાષ્ટ્ર-ગુજરાતનું પ્રખ્યાત રામદેવરાનું મંદિર આવેલું છે. બહોળી સંખ્યામાં અન્ય પ્રાંતમાંથી યાત્રાળુઓ દર્શનાર્થે આવ ેછે. અહીંનો વેપારી વર્ગ અમદાવાદ-સુરત-મુંબઇ સાથે વેપાર-ધંધાથી સંકળાયેલો છે.
અલિયાબાડા શિક્ષણનું ધામ છે. અહીં શિક્ષણની સંસ્થાઓ જેવી કે, બીએડ કોલેજ, હાઇસ્કૂલ, આશ્રમ શાળા, ભારત સરકારનું એક માત્ર નવોદય વિદ્યાલય, અલિયાબાડામાં કાર્યરત છે. જેમાં અહીં 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છ. આ ઉપરાંત ગામમાં ગ્રામ આરોગ્ય પ્રશિક્ષણ કેન્દ્ર આવેલું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ડોકટરો તથા ફિમેલ નર્સ તાલિમ લે છે. અહીંના મોટાભાગના લોકો બહાર દેશાવરમાં કામ-ધંધા માટે જાય છ.ે આ રીતે મુંબઇ કે ગુજરાતના અન્ય સ્થળોએ જવા માટે એકમાત્ર સૌરાષ્ટ્ર મેઇલ સીધી ટ્રેન છે. અગાઉ અલિયાબાડા રેલવે સ્ટેશન સૌરાષ્ટ્ર મેઇલનો સ્ટોપ હતો. અલિયાબાડાથી મુંબઇના 6 બર્થ ક્વોટા ડબ્બા નં. એસ-6માં બર્થ નં. 41 થી 46 મંજૂર થયેલ. જેનો બહોળા પ્રમાણમાં આજુબાજુના ગામોના લોકો લાભ લેતાં હતાં. કોરોનાને કારણે સૌરાષ્ટ્ર મેઇલ અને અન્ય ગાડીઓનો સ્ટોપ બંધ થયો છે. નવા સ્ટોપની આ માગણી નથી પણ બંધ થયેલ સૌરાષ્ટ્ર મેઇલના સ્ટોપને પુન: ચાલુ કરવાની વાત છે. ઓખા-મુંબઇ સેન્ટ્રલ-ઓખા ગાડી નં. 22948/22946 અપ-ડાઉનનો સ્ટોપ પુન: ચાલુ રાખવા ગ્રામજનોની માગણી છે.