આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહિલા શક્તિ અને શોર્યનો અદ્ભૂત પ્રદર્શન જોવા મળશે, જેમા મહિલા શક્તિની મહત્વની ભૂમિકા નીભાવી રહી છે. તેની એક ઝલક મંગળવારે પરેડમાં ફુલ ડ્રેસમાં રિહર્સલ કરતી જોવા મળી હતી. જે 26, જાન્યુઆરીએ પરેડમાં જોવા મળશે. પહેલીવાર દિલ્હી પોલીસની મહિલા જવાન, સેનાની મહિલા અધિકારીઓ અને આરોગ્યની સેવા સાથે જોડાયેલ ડોક્ટર મહિલા કર્મચારીઓ પરેડ કરતાં જોવા મળશે.
આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પહેલીવાર 1500 મહિલાઓ લોક નૃત્ય કલાકાર પોતાની નૃત્યકળા લોકો સમક્ષ રજુ કરશે. જેમા બીએસએફ, સીઆઈએસએફ અને અન્ય અર્ધસૈનિકદળની મહિલા જવાનોની અંગ કરતબો મંત્રમુગ્ધ કરી દેશે.
આ વખતની પરેડનું નેતૃત્વ સંરક્ષણ મંત્રાલય નહીં પરંતુ શંખ, નગારા, ડમરુ જેવા પ્રાચિન સંગીત સાધનો લઈને સો મહિલાઓ કરશે. તેની પાછળ દેશભરમાં અલગ- અલગ ભાગોમાંથી 1500 થી વધારે નૃત્યાંગનાનું એક દળ હશે. જે દરેકને દેશની વિવિધતાનો પરિચય કરાવશે.
આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તક દિવસની ઉજવણી માટે ખૂબ જ ખાસ સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ વખતે ખૂબ ચોકસાઈ રાખવામાં આવી રહી છે. મંગળવારે કડક સુરક્ષા વચ્ચે કર્તવ્ય પથથી લાલ કિલ્લા સુધી સંપૂર્ણ ડ્રેસ રિહર્સલ કરી રહેલા જવાનો પ્રજાસત્તાક દિવસની તૈયારી કરતાં જોવા મળ્યા હતા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે દિલ્હી પોલીસ છેલ્લા એક મહિનાથી સંરક્ષણ તેમજ ગૃહ મંત્રાલય સહિત દરેક કેન્દ્રીય એજન્સીઓના અર્ધસૈનિક દળો સાથે સુરક્ષા માટે જોડેયેલ છે.