ખંભાળિયા શહેર સહિત સમગ્ર જિલ્લામાં હાલ વિવિધ તહેવારોનો માહોલ હોય, પોલીસ તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત જાળવવા મીડિયા સેલના કન્વીનર દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયામાં હાલ ખાસ કરીને હિન્દુ બહેનોના તહેવારો એવા મોળાકત, જયાપાર્વતિ, દિવાસો, ફુલ કાજડી, દશામાના વ્રત, વિગેરે જેવા વ્રત અને તહેવારોના દિવસો હોવાથી ખંભાળિયા શહેર તથા આસપાસના વાડી વિસ્તારોમાંથી બહેનો શહેરના પ્રખ્યાત એવા શ્રી રામ મંદિર, મહાપ્રભુજીની બેઠક, કલ્યાણરાયજી મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, વિગેરે સ્થળોએ દર્શન તથા પૂજન માટે આવે છે. આ તહેવારોના દિવસોમાં ટ્રાફિક નિયમન તથા છેલ બટાઉ રોમિયોને કાબુમાં લેવા માટે પોલીસ તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ ફાળવી, ધૂમ સ્ટાઇલથી રખડતા અને હોર્ન વગાડી અને પજવણી કરતા લુખ્ખાઓને કાબુમાં લઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા મહિલાઓ-પરિવારજનો બેફિકર થઇને દર્શન તેમજ જાગરણ સમયે ફરી શકે તે માટે અહીંના મીડિયા સેલના કન્વીનર અને શહેર ભાજપના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા પોલીસ ઈન્સ્પેકટરને લેખિત પત્ર પાઠવીને રજુઆત કરી છે.
ખંભાળિયામાં વિવિધ વ્રત તથા તહેવારોને અનુલક્ષીને પોલીસ બંદોબસ્ત જાળવવા તંત્રને રજૂઆત
જિલ્લા મીડિયા સેલના કન્વીનર દ્વારા પીઆઈને રજૂઆત