રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ચૂંટણી પૂર્વે પોલીસ સહિતના અધિકારીઓ-કર્મચારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. ફરી એક વખત રાજ્યના આઇજી આશિષ ભાટીયા દ્વારા 12 જેટલા બિનહથિયારી પીઆઈ તેમજ 20 જેટલા બિનહથિયારી પીએસઆઈની બદલી કરવામાં આવી છે.
રાજ્યમાં 12 જેટલા બિનહથિયારી પીઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં હાલમાં રાજકોટ વિભાગમાં ફરજ બજાવતા એમ.પી.વાળાને જામનગર ખાતે મૂકવામાં આવ્યાં છે. આ ઉ5રાંત 20 જેટલા બિનહથિયારી પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં હાલમાં મોરબી ખાતે ફરજ બજાવતા પનારા પ્રકાશભાઈ ગુણવંતભાઈની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના સાત, સુરતના ચાર પીએસઆઈની પણ બદલી કરવામાં આવી છે.