જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં જામનગર શહેરના વિવિધ વોર્ડમાંથી કુલ 56 આસામીઓ પાસેથી રૂા.7,63,453 ની વસૂલાત કરવામાં આવી હતી તેમજ 24 બાકીદારોની કુલ રૂા.7,37,823 ની બાકી રકમની રૂબરૂ અનુસૂચિતની બજવણી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા તા.14 ડિસેમ્બરના બાકી મિલકત વેરાની વસૂલાત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વોર્ડ નં.13 માં કુલ-24 બાકીદારો કે જેઓની કુલ રૂા.7,37,823 બાકી રોકાય છે તેઓની રૂબરૂ અનુસૂચિની બજવણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત વોર્ડ નં.1 માં 1 (એક) આસામી પાસેથી રૂ.10,800, વોર્ડ નં.ર માં બે આસામીઓ પાસેથી રૂા.38,000 , વોર્ડ નં.3 માં પાંચ આસામીઓ પાસેથી રૂા.62,741, વોર્ડ નં.5 માં ચાર આસામીઓ પાસેથી રૂ.75,320, વોર્ડ નં.6 માં ચાર આસામીઓ પાસેથી રૂ.41,137, વોર્ડ નં.7 માં એક આસામી પાસેથી રૂા.17,300, વોર્ડ નં.13 માં ત્રણ આસામી પાસેથી રૂા.1,20,592, વોર્ડ નં.15 માં ત્રણ આસામીઓ પાસેથી રૂ.75,806, વોર્ડ નં.17 માં 8 આસામીઓ પાસેથી રૂ.1,86,567, વોર્ડ નં.18 માં 14 આસામીઓ પાસેથી રૂ.78,981અને વોર્ડ નં.19 માં 11 આસામીઓ પાસેથી રૂ.56,209 સહિત કુલ-56 આસામીઓ પાસેથી કુલ રૂા.7,63,453ની વસુલાત કરવામાં આવી હતી.