Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાશ...જામનગરમાં કોઇ તો તૈયાર થયું પેઇડ પ્રિકોઝન ડોઝ આપવા માટે !

હાશ…જામનગરમાં કોઇ તો તૈયાર થયું પેઇડ પ્રિકોઝન ડોઝ આપવા માટે !

જાણો... કઇ જગ્યાએથી અને કેટલા રૂપિયામાં મેળવી શકાશે કોરોનાનો પ્રિકોઝન ડોઝ

- Advertisement -

આખરે જામનગર શહેરમાં પેઇડ પ્રિકોઝન ડોઝ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરની ખાનગી ક્ષેત્રની હોસ્પિટલ આ માટે તૈયાર થતાં શહેરના 18 થી 59 વર્ષની વય જુથના લોકો કોરોનાનો પેઇડ પ્રિકોઝન ડોઝ મેળવી શકશે. જામનગર મહાપાલિકાના મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં શ્રી નિવાસ સોસાયટી પાસે આવેલી સ્પંદન હોસ્પિટલ અને ક્રિટિકલ કેર સેન્ટરમાં સરકારના નિયમ અનુસાર રૂા.385માં કોરોનાનો પ્રિકોઝન ડોઝ આપવામાં આવશે. જે લોકો પ્રિકોઝન ડોઝ લેવા ઇચ્છુક હોય તેમને હોસ્પિટલના નંબર 8980005526 પર સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 18થી 59 વર્ષના લોકો માટે કોરોનાનો ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોઝન ડોઝ સરકાર તરફથી પેઇડ કરી દેવામાં આવ્યો છે. પરંતું આ પેઇડ ડોઝ લેવા માટે પણ શહેરમાં કોઇ વ્યવસ્થા હતી નહી. પરિણામે પૈસા ખર્ચવા છતાં લોકો પ્રિકોઝન મેળવી શકતા ન હતાં. હવે ખાનગી સેન્ટર શરૂ થતાં લોકો પેઇડ પ્રિકોઝન ડોઝ મેળવી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular