Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરવાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ દ્વારા રથિકા ગણેશ ઉત્સવનું આયોજન

વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ દ્વારા રથિકા ગણેશ ઉત્સવનું આયોજન

તા.19 થી તા.28 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત ગણેશ ઉત્સવમાં આરતી, દાંડિયારાસ, મહાપ્રસાદ સહિતના આયોજનો

- Advertisement -

વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ દ્વારા તા.19 થી તા.28 સપ્ટેમ્બર સુધી રથિકા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે મંગળવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં કાર્યક્રમની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ ગણેશોત્સવમાં રથ પર બિરાજેલ ગણેશજીની મુર્તિની સ્થાપના કરવામાં આવી છે.

- Advertisement -

જામનગરના વસય ગામ ખાતે આવેલ વાત્સલયધામ વૃધ્ધાશ્રમ દ્વારા તા.19 થી તા.28 સપ્ટેમ્બર દરમિયાન રથિકા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્શયું છે. આ આયોજનનું આકર્ષણનું કેન્દ્ર રથ પર બીરાજેલ ગણેશજીની મૂર્તિ છે અને તેમના સારથી ભગવાન શ્રીકૃષ્ણ છે. આ મૂર્તિ 12 ફૂટ ઉંચી અને 14 ફૂટ પહોળી છે. જે જામનગરના તમામ પંડાલોથી મોટી મૂર્તિ છે. આ મૂર્તિ મહાભારતના પ્રસંગોની યાદ અપાવે છે. ગણેશ ઉત્સવની ઉજવણી માટે 20 હજાર ચોરસ ફૂટનો ગણેશ પંડાલ તૈયાર કરાયો છે. જેની ડીઝાઇન વાત્સલય ધામના મેનેજીંગ ટ્રસ્ટી ભાસ્કરભાઈ રાઠોડે કરી છે. તેમની સમગ્ર ટીમ દ્વારા 5ંદર દિવસની જહેમતથી મુર્તિની સજાવટ કરી હતી.

આ ગણેશ મહોત્સવ દરમિયાન સવારે 08:30 વાગ્યે તથા સાંજે 08:35 વાગ્યે આરતી, 09:00 થી 09:30 ગણેશ ઉત્સવ, દાંડિયારાસ તથા 09:30 વાગ્યે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. દરેક દિવસની આરતી કંઈક વિશેષ હશે જેમાં દશા આરતી, 108 દિપ મહાઆરતી (45 મીનીટ લાઈવ) આકર્ષણ બનશે. ગણેશ ઉત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં યુવા વર્ગે રથિકા ગણેશ જોડે સેલ્ફી લીધી હતી. તેમજ પ્રથમ આરતી જામનગરના મીડિયાના પ્રતિનિધિઓ અને તેમના પરિવારના હસ્તે કરવામાં આવી હતી.

- Advertisement -

આ પત્રકાર પરિષદમાં વાત્સલ્યધામના પ્રેસિડેન્ટ ભાવનાબેન પરમાર, મેનેજીંગ ટ્રસ્ટી ભાસ્કરભાઈ રાઠોડ તથા મીતલ ધ્રુવ, કમિટી મેમ્બર પી આર સોમાણી, ધુ્રપદભાઈ પરમાર, લલીતભાઈ જોશી, ઉપેન્દ્રસિંહ જાડેજા, જૈમીનીબેન મોટાણી, નિરંજનાબેન વિઠ્ઠલાણી, કિરીટભાઈ મજીઠીયા, અશોકભાઇ શેઠીયા, કૈલાશભાઈ બદિયાણી તથા મુકેશભાઈ સાયાણી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular