Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં 12 લાડુ આરોગી રમેશ જોટંગીયા વિજેતા

Video : ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં 12 લાડુ આરોગી રમેશ જોટંગીયા વિજેતા

જામનગર બ્રહમ સોશિયલ ગુ્રપ દ્વારા સતત 13 માં વર્ષે આયોજન : 56 સ્પર્ધકો પૈકીના 31 સ્પર્ધકો જોડાયા : મહિલાઓમાં પદમીનીબેન અને બાળકોમાં ઓમ જોશી પ્રથમ સ્થાને વિજેતા

- Advertisement -

છોટીકાશીમાં 13 વર્ષથી મોદક સ્પર્ધાનું આયોજન કરતાં જામનગર બ્રહ્મ સોશિયલ ગુ્રપ દ્વારા કોરોનાકાળ બાદ આ વર્ષે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં કુલ 56 લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી 31 સ્પર્ધકો હાજર રહ્યાં હતાં. તે પૈકીના ભાણવડના રમેશભાઈ જોટંગીયા 12 લાડુ આરોગી મહિલાઓમાં જામનગરના પદમીનીબેન ગજેરા 9 લાડુ આરોગી અને બાળકોમાં ઓમ જોશી 5 લાડુ આરોગી વિજેતા રહ્યાં હતાં.

- Advertisement -

જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા આજે ગણેશ ચતુર્થી ના પર્વના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં 56 સ્પર્ધકોએ એન્ટ્રી કરાવી હતી, જે પૈકી 31 સ્પર્ધકો એ ભાગ લીધો હતો.

- Advertisement -

15 વર્ષથી ઉપરના ભાઈઓ તેમજ બહેનો અને 15 વર્ષ સુધીના બાળકો એમ ત્રણ કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. ભાઈઓ માટેની સ્પર્ધામાં 31 સ્પર્ધકો જોડાયા હતા જેમાં 12 લાડુ સાથે ભાણવડના રમેશભાઈ જોટંગીયા પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા. ઉપરાંત 11 લાડુ સાથે જામકંડોરણાં ના નવીનભાઈ દવે, જ્યારે ત્રીજા સ્થાને જામનગરના પરેશભાઈ જોશી અને મિલનભાઈ ઝવેરી સંયુક્ત વિજેતા જાહેર કરાયા હતા. જે બંનેએ ત્રણ ત્રણ લાડુ આરોગ્યા હતા.
આ ઉપરાંત બહેનો માટેની મોદક સ્પર્ધામાં ત્રણ બહેનો જોડાયા હતા જેમાં પદ્મિનીબેન ગજેરા 9 લાડુ સાથે પ્રથમ સ્થાને, ઉપરાંત નેહાબેન ભટ્ટ 5 લાડુ સાથે બીજા સ્થાને, જ્યારે તેજલ બેન વાઢેર 4 લાડુ સાથે ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. બાળકોમાં જામનગરના ઓમ જોશી પાંચ લાડું સાથે પ્રથમ સ્થાને, કેવિન વાઢેર પાંચ લાડુ સાથે બીજા સ્થાને, જ્યારે જેનીશા વાધેર ત્રણ લાડુ સાથે ત્રીજા સ્થાને વિજેતા બની હતી.

બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ આનંદભાઈ દવે, પ્રોજેકટ ચેરમેન મનિષ રાવલ, મંત્રી ધર્મેન્દ્ર રાવલ દ્વારા 100 ગ્રામ વજનના શુદ્ધ ઘી અને ડ્રાયફ્રુટ સાથેના લાડુ સાથે દાળ પણ પીરસવામાં આવી હતી. તમામ વિજેતા સ્પર્ધકોને સંસ્થા તરફથી રોકડ પુરસ્કાર અપાયા હતા જ્યારે પુષ્પગુચ્છથી મહેમાનોના હાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ મોદક સ્પર્ધામાં ઉદઘાટક તરીકે બાલા હનુમાન સંકિર્તન મંદિરના પ્રમુખ જીતુભાઈ લાલ, નવાનગર બેંકના મેનેજીંગ ડાયરેકટર રમણિકભાઈ શાહ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ અતિથી વિશેષ તરીકે મોદકના સૌજન્ય દુધ ગંગા ડેરી ફાર્મના કિશોરભાઈ પુરોહિત, ચંદુભાઈ રાજ્યગુરૂ, અશોકભાઈ ભટ્ટ હાજર રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular