રાજકોટમાં જામનગર હાઈવે પર આવેલી એઈમ્સ હોસ્પિટલમાં બોગસ કોલ લેટરના આધારે નોકરી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
રાજકોનટી એઈમ્સ હોસ્પિટલમાં એક યુવતી કોલ લેટર લઇ લેબ ટેકનિશીયન તરીકે 36 હજાર પગારની નોકરી લેવા આવી ત્યારે કોલ લેટર બોગસ હોવાનું ખુલતા પુરો મામલો સામે આવ્યો હતો. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે યુવતીને નોકરીનો કોલ લેટર ડો. અક્ષય જાદવ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ કૌભાંડના પર્દાફાશ કરવા માટે એઈમ્સ હોસ્પિટલના એડમીન ડિપાર્ટમેન્ટના એડમિનીસ્ટે્રટ્રીવ ઓફિસે જયદેવસિંહએ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે શોધખોળ શરૂ કરાઇ અને આરોપી તબીબીની ધરપકડ કરવામાં આવી હતી. રીમાન્ડ લેતા પ્રાથમિક તપાસમાં ડોકટર અક્ષય જાદવ હોમીયોપેથી તબીબી હોવાનું અને યુવતી પાસેથી અઢી લાખ લીધાનું જાણવા મળ્યું હતું.