Friday, May 1, 2026
Homeરાજ્યજામનગરહાપાખારી અને ધુંવાવમાં PGVCL અને પોલીસ દ્વારા ચેકિંગ - VIDEO

હાપાખારી અને ધુંવાવમાં PGVCL અને પોલીસ દ્વારા ચેકિંગ – VIDEO

જામનગર નજીક હાપાખારી, ધુંવાવ હાઉસિંગ વિસ્તારમાં વીજ ચોરી અટકાવવા માટે PGVCL અને પોલીસ વિભાગ દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓમા સંડોવાયેલા આરોપીઓના નિવાસમાં વિજચોરી અંગે ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી ડીવાયએસપી મિત રૂદલાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં પી.આઈ. સેખ સહિત પોલીસ સ્ટાફ પણ મોટી સંખ્યામાં સ્થળ પર હાજર રહ્યો હતો. ચેકિંગ દરમિયાન PGVCL ના અધિકારીઓ દ્વારા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનો અને વીજ કનેક્શનની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. વીજ મીટર, કનેક્શન અને વાયરિંગની ચકાસણી કરી અનિયમિતતા છે કે નહીં તેની તપાસ હાથ ધરાઈ હતી. વીજ ચોરીના બનાવોને અટકાવવા અને નિયમ મુજબ વીજ પુરવઠો ચાલુ રહે તે માટે આ ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
- Advertisement -

PGVCL ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવી તપાસ અભિયાન સમયાંતરે હાથ ધરવામાં આવશે અને જ્યાં વીજ ચોરી સામે આવશે ત્યાં નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular