Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયકેજરીવાલની ધરપકડનો વિરોધ : દિલ્હીમાં ‘આપ’ કાર્યકરો રસ્તા પર, ભાજપ કાર્યાલયોને ઘેરાવ

કેજરીવાલની ધરપકડનો વિરોધ : દિલ્હીમાં ‘આપ’ કાર્યકરો રસ્તા પર, ભાજપ કાર્યાલયોને ઘેરાવ

- Advertisement -

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઇડીએ કરેલી ધરપકડ બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ વિરોધ પ્રદર્શન કરી રહયા છે. એટલું જ નહીં પાર્ટીએ દિલ્હી સહિત સમગ્ર દેશમાં ભાજપ કાર્યાલયોનો ઘેરાવ કરવાનું આહવાન કર્યુ છે. જેને પગલે સમગ્ર દિલ્હીમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શન કરી રહેલાં આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ, આતિશી, ગોપાલરાજ સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી છે. ઇડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હી પોલીસને એલર્ટ મોડમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત છે. પોલીસે મોટાભાગના વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ દિલ્હીમાં સંવેદનશીલ સ્થળો પર કડક પોલીસ બંદોબસ્ત છે. દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો અને વ્યવસ્થાને પોતાના હાથમાં લેનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. અરવિંદ કેજરીવાલની ધરપકડની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે અને આ મામલે આજે સુનાવણી થવાની છે. અધિકારીઓએ જણાવ્યું કે ઇડી મુખ્ય પ્રધાનને કોર્ટમાં રજૂ કરશે અને પૂછપરછ માટે તેમની કસ્ટડીની વિનંતી કરશે.

- Advertisement -

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ગુરુવારે એટલે કે 21 માર્ચ 2024ના રોજ ઇડી દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીમાં અરાજકતાનું વાતાવરણ છે. શુક્રવારે સવારથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈન્ડિયા બ્લોકમાં સામેલ રાજકીય પક્ષોને પણ વિરોધમાં સામેલ થવાની અપીલ કરવામાં આવી છે.

પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરી છે. પાર્ટી કાર્યકર્તાઓને મોટા પાયે પ્રદર્શનમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી અને ભાજપ આમનેપ્રસામને છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જેના કારણે અનેક માર્ગો પર વાહનવ્યવહારને અસર થવાની સંભાવના છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular