Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરVideo : ખાનગી ડૉકટરોની હડતાળ, દર્દીઓ સરકાર ભરોસે

Video : ખાનગી ડૉકટરોની હડતાળ, દર્દીઓ સરકાર ભરોસે

જામનગરમાં 300થી વધુ ખાનગી તબીબો હડતાળમાં જોડાયા : ખાનગી હોસ્પિટલની ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ બંધ : તબીબોએ નિયમો સામે દર્શાવ્યો વિરોધ

- Advertisement -

ફાયર એનઓસી, આઇસીયુ ફરજિયાત ગ્રાઉન્ડ ફલોર પર રાખવા સહિતના નિયમોના વિરોધમાં જામનગર સહિત રાજયભરના ખાનગી તબીબો આજે એક દિવસની હડતાળ પાડી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના એલાન અનુસાર રાજયના 30 હજારથી વધુ ખાનગી તબીબો આજે તેમના ખાનગી દવાખાના, કિલનીક હોસ્પિટલો અને લેબોરેટરીના કામથી અળગા રહીને હડતાલમાં જોડાયા છે.

- Advertisement -

જામનગર શહેરના પણ 300થી વધુ ખાનગી તબીબો સરકારી નિયમોના વિરોધમાં હડતાળ પાડી રહયા છે. જેને કારણે આજે સવારથી શહેરની તમામ ખાનગી હોસ્પિ.લોમાં ઓપીડી અને ઇમરજન્સી સહિતની તમામ સારવાર બંધ થઇ જતાં ખાનગી દવાખાનાઓ સુમસામી ભાસી રહયા હતા. ખાનગી તબીબો પાસે નિયમિત દવા લેતા દર્દીઓ રઝળી પડયા હતા. ખાનગી તબીબોની હડતાળને કારણે દર્દીઓ સરકારી હોસ્પિટલના ભરોસે મુકાઇ ગયા હતા. જેને કારણે જામનગર શહેરની જી.જી. હોસ્પિ.માં દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી. વરસાદી સીઝનને કારણે તાવ, શરદી, ઉધરસ જેવી વાયરલ બિમારી ભરડો લઇ ગઇ છે ત્યારે ખાનગી તબીબોની હડતાળથી મુશ્કેલીમાં મુકાયેલા દર્દીઓએ દવા માટે સરકારી હોસ્પિટલની રાહ પકડી હતી. જેને કારણે જી.જી.હોસ્પિ.ના તબીબો પર કામનું ભારણ વધી ગયું હતું.

- Advertisement -

બીજી તરફ ફાયર સેફટી અંગેના નિયમોનો વિરોધ કરવા જામનગર શહેરના ખાનગી પ્રેકટીસ કરતાં તબીબો આઇએમએના નેજા હેઠળ એમપી. શાહ મેડિકલ કોલેજ પરિસરમાં એકત્ર થયા હતા. જયાં બેનર સાથે સરકારના નિયમો સામે નારાજગી દર્શાવી વિરોધ વ્યકત કર્યો હતો. તેમજ સરકાર દ્વારા પાઠવવામાં આવેલી નોટિસ પાછી ખેંચવા માંગણી કરવામાં આવી હતી. જામનગર ઉપરાંત રાજયભરના 30 હજારથી વધુ ખાનગી તબીબો આજે હડતાળ પાડી રહયા છે. જેને કારણે રાજયભરમાં ખાનગી હોસ્પિટલોની ઓપીડી ઇમરજન્સી સેવાઓ બંધ પડી છે. હજારો ઓપરેશનો પણ અટકી પડયા છે. આઇએમએના જણાવ્યા અનુસાર આઇસીયુને ફરજિયાત ગ્રાઉન્ડ ફલોર પર રાખવાનો નિર્ણય વ્યવહારિક રીતે શકય નથી. અમદાવાદમાં પણ ખાનગી તબીબોએ આશ્રમ રોડ પર આવેલી આઇએમએની ઓફિસ પાસે એકત્ર થઇને વિરોધ દર્શાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular