Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયડેસ્ટિનેશન વેડિંગના વધતા ક્રેઝ અંગે વડાપ્રધાન મોદીએ વ્યકત કરી ચિંતા

ડેસ્ટિનેશન વેડિંગના વધતા ક્રેઝ અંગે વડાપ્રધાન મોદીએ વ્યકત કરી ચિંતા

વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગની અર્થ વ્યવસ્થા પર અસર : દેશના લાખો લોકોની રોજીરોટી લગ્નની સીઝન પર આધારિત

- Advertisement -

નવેમ્બર શરૂ થતા જ ભારતમાં લગ્નની સીઝન શરૂ થઈ જાય છે. થોડા દિવસોમાં જ 38 લાખ લગ્ન થશે ત્યારે વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ માં દેશમાં વધતા ડેસ્ટિનેશન વેડિંગના ક્રેઝ સામે ચિંતા વ્યકત કરી હતી. વિદેશમાં થતા ડેસ્ટિનેશન વેડિંગની અર્થવ્યવસ્થા પર ચોકકસ પણે અસર થાય છે.

- Advertisement -

સ્વદેશી વસ્તુના આગ્રહી વડાપ્રધાને ફરી એકવાર ‘વોકલ ફોર લોકલ’ ની વાત કરી લોકલ પ્રોડકટના વપરાશની વાત કરી હાલ નવેમ્બર શરૂ થતા ભારતમાં લગ્નની સીઝન શરૂ થઈ ગઇ છે ત્યારે આવનારા દિવસોમાં મળતા આંકડા મુજબ 38 લાખ લગ્ન થશે. જેમાં ઓછામાં ઓછો 4.74 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ભારતના લગ્નો ભવ્ય અને રોયલ બની રહ્યા છે ત્યારે આમાંથી 50 હજાર જેટલા લગ્નો એવા છે કે જેનો ખર્ચ એક કરોડથી વધુ થશે જ્યારે આ ચાલતા સમયમાં વિદેશમાં જઈને ડેસ્ટિનેશન વેડીંગ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે આવા લગ્નો દેશની અર્થવ્યવસ્થા પર ચોકકસપણે અસર કરી રહ્યા છે.

વડાપ્રધાને આ અંગે ચિંતા વ્યકત કરતાં લોકોને દેશની બહાર જવાને બદલે દેશમાં લગ્ન કરવા અપીલ કરી હતી. જેથી દેશનો પૈસો દેશમાં જ રહેશે અને અર્થવ્યવસ્થા પણ મજબુત થશે. એક સમયે લોકો પોતાના વતનમાં સંપૂર્ણ પરંપરા અને રીત રિવાજો સાથે લગ્ન કરતા પરંતુ આજે બદલતા સમયની સાથે લગ્ન વધુને વધુ ભવ્ય અને રોયલ બની રહ્યા છે. ત્યારે લોકો ડેસ્ટિનેશન વેડીંગ માટે ફેવરીટ પ્લેસ દુબઇ, અબુધાબી, કતાર, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, ઈન્ડોનેશિયા જેવા દેશોને પસંદ કરવાના બદલે ભારતમાં જ ઉદયપુર, જયપુર, ગોવા કાલીમપોંડ, વાયનાડ, ધર્મશાળા, આગ્રા, કેરબ જેવા સ્થળો પણ પસંદ કરી શકે છે.

- Advertisement -

એવા ઘણાં લોકો છે કે, જે લગ્નની સીઝનમાં આખા વર્ષની આવકનું સાધન હોય છે. ડેકોરેશન અને ફોટોગ્રાફર જેવા લોકો આ સીઝનમાં જ કમાય છે. ત્યારે આવી સ્થિતિમાં જો મોટાભાગના વર-ક્ધયાઓ દેશની બહાર લગ્ન કરવા લાગે તો દેશની પ્રજાને નુકસાન સહન કરવું પડે છે ત્યારે વડાપ્રધાને દેશવાસીઓને પોતાના જ દેશમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા અપીલ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular