જામનગર શહેરમાં પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ 42 ટીમો દ્વારા હાથ ધરાયેલી ચેકિંગ કામગીરીમાં 413 જોડાણો તપાસતા તે પૈકીના 69 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.75.75 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.
મળતી વિગત મુજબ, જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ મંગળવારે ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 42 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત અને વીડિયોગ્રાફરો સાથે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુલ 413 જોડાણો તપાસવામાં આવ્યાં હતાં. તે પૈકીના 69 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા પીજીવીસીએલની ટીમો દ્વારા કુલ રૂા.75.75 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. પીજીવીસીએલની ટીમો દ્વારા શહેરના માંડવી ટાવર, સુભાષમાર્કેટ, રવિ પાર્ક, બેડેશ્ર્વર અને એમ.પી. શાહ ઉદ્યોગનગરના વિસ્તારોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.