Thursday, September 19, 2024
Homeરાજ્યપોરબંદર પોલીસે લુંગી અને શર્ટ પહેરી આરોપીને તેના ઘરે જઇ દબોચ્યો

પોરબંદર પોલીસે લુંગી અને શર્ટ પહેરી આરોપીને તેના ઘરે જઇ દબોચ્યો

- Advertisement -
પોરબંદરથી 15 કિલોમીટર દૂર આવેલા ભારવાડા ગામના વાડી વિસ્તારમાં  2018ની સાલમાં પાંચ લાખની કિંમતના સાડા એકવીસ તોલા સોનાના દાગીના અને રોકડ લૂંટી ખેડૂત આધેડ દંપતિને ઘાતકી રીતે માર મારી ચાર શખ્સો નાસી છૂટ્યાના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલ આધેડનું મોત નિપજતા ખુનનો ગુન્હો નોંધાયો હતો. આ શખ્સ એમ.પી.નો હોવાનું બહાર આવ્યું હતું આથી પોરબંદર પોલીસે વેશપલ્ટો કરી, મધ્યપ્રદેશ જઇ પરપ્રાંતિય મજુરની જેમ જ લુંગી અને શર્ટ પહેરી આરોપીને દબોચીને પોરબંદર લાવ્યા છે.
બનાવની વિગત એવી હતી કે, ભારવાડા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા ભીમાભાઈ નાથાભાઈ મોઢવાડીયા તા. 17/2/18ના મોડી રાત્રીના તેમની વાડીના મકાનની બહાર સુતા હતા અને નજીકમાં તેમના પત્ની લાખીબેન પણ હતા. ત્યારે અચાનક ચાર શખ્સો મોઢા ઉપર બુકાની બાંધીને ધસી આવ્યા હતા, અજાણ્યા હિન્દીભાષી જેવા જણાતા ત્રીસેક વર્ષના આ શખ્સોના હાથમાં લાકડી અને ધારીયા જેવા ઘાતક હથીયારો હતા. ઉંઘમાં રહેલા ભીમાભાઈના માથામાં અને શરીરના ભાગે આડેધડ ઘા મારવા લાગતા તેઓ બુમાબુમ કરવા લાગ્યા હતા. તેમના પત્ની લાખીબેન પણ જાગી ગયા હતા. લૂંટના ઈરાદે આવેલા ચાર શખ્સોએ લાખીબેને પહેરેલા તથા રાખેલા સોનાના વેઢલા, ચેન, હાર સહિત સાડા એકવીસ તોલા સોનું સહિત 4 લાખ 30 હજારના દાગીના ઉપરાંત 80 હજાર પીયાની રોકડ વગેરે લૂંટીને નાસી છૂટ્યા હતા. મોડી રાત્રીના વાડી વિસ્તારમાં બનેલા આ બનાવમાં ઈજાગ્રસ્તોની ચીચીયારી ગુંજી ઉઠી હતી અને ઘવાયેલા દંપતિને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું, જ્યાં ભીમાભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે તેમના પત્ની લાખીબેનને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગર દ્વારા ગુજરાત રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ (ઝુંબેશ)નું આયોજન કરેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનિનાઓએ પોરબંદર જીલ્લાના ટોપ-10 નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ જે અન્વયે એલસીબી પીઆઇ એન.એન.રબારી તથા પીએસઆઇ એન.એમ.ગઢવી તથા એલ.સી.બી.ના સ્ટાફને પોલીસ અધિક્ષક પોરબંદર દ્વારા સીધુ માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ બગવદર પો.સ્ટે. ના આઇપીસી 302, 397, 452,34 તથા જીપીએકટ કલમ-135 મુજબના ગુન્હામાં છેલ્લા 3 વર્ષથી નાસતો ફરતો આરોપી પારસીંગ જેતુભાઇ આદિવાસી રહે. બયગા ડામ, જિ. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાને પકડવા ખાસ સુચના અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અનુસંધાને એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફની એક ટીમ બનાવી સદર ગુન્હાનો નાસતો ફરતો આરોપીને શોધી કાઢવા મધ્યપ્રદેશ અલીરાજપુર જિલ્લાના બયડા ગામમાં ટીમને રવાના કરેલ અને એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી તેમની ટીમને ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા જાણવા મળેલ કે, ઉપરોકત આરોપી તેના વતનમાં છે જે અનુસંધાને પીએસઆઇ એન.એમ.ગઢવી અને ટીમ દ્વારા મધ્યપ્રદેશના બાયડા ગામમાં તપાસમાં ગયેલા અને ત્યાંથી સદરહું આરોપીનું રહેણાંક મકાન શોધી કાઢી અને સ્થાનિક બાતમીદાર દ્વારા આરોપીની ઓળખ મેળવી, સદરહું ગુન્હાનો આરોપીને બયડા ગામથી પકડી પાડી અને ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી ઉંડાણપૂર્વક અને જીણવટભરી પુછપરછ કરતા પોતે બગવદર પો.સ્ટે. ખાતે બનેલ ગુન્હાની કબુલાત આપેલ અને આ સિવાય પણ અન્ય જિલ્લામાં આવા પ્રકારના ગૂન્હા કર્યાની કબુલાત આપેલ છે. આરોપીની સીઆરપીસી કલમ 41(1) આઇ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી, તપાસ અર્થે બગવદર પો.સ્ટે. સોંપી આપેલ છે. આ કામગીરીમાં પોરબંદર એલસીબી પીઆઇ એન.એન. રબારી, પીએસઆઇ એન.એમ.ગઢવી, એએસઆઇ રાજુભાઇ જોશી, રામભાઇ ડાકી, જગમાલભાઇ , રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, હેડ કોન્સ. હરેશભાઇ આહિર, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, પો.કોન્સ. વિજયભાઇ જોશી, દિલીપભાઇ મોઢવાડીયા, ઉપેન્દ્રસિંહ જાડેજા, કરશનભાઇ મોડેદરા, રવિરાજ બારડ, લીલાભાઇ દાસા, ગોવિંદભાઇ માળિયા વિગેરે રોકાયેલ હતા.
‘જેવો દેશ તેવો વેશ’ની ઉક્તિને સાર્થક કરીને મધ્યપ્રદેશ ગયેલી પોરબંદર એલ.સી.બી.ની ટીમે પરપ્રાંતિય મજુર બનીને વેશપલ્ટો કર્યો હતો અને લુંગી અને શર્ટ પહેરીને તથા ગળામાં મફલર અને માથા ઉપર કપડા બાંધીને ત્યાં પહોંચી હતી અને બે દિવસ સુધી સતત વોચ ગોઠવીને પુરેપુરી બાતમીના આધારે આ ખુનીને પકડી પાડયો હતો.
મધ્યપ્રદેશના બયડા ગામના પારસીંગ જેતુમીઠુ અજનાર નામના આ શખ્સની આકરી પુછપરછ કરવામાં આવતા તેની વિધ્ધ સૌરાષ્ટ્રના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં અડધો ડઝન જેટલા લુંટ,ધાડ, મારામારીના ગુન્હાઓ નોંધાયા હતા. બગવદર પોલીસ સ્ટેશનની હદમાં ભારવાડા ગામે ર018ની સાલમાં હત્‌યા કરી તે પૂર્વે પણ તેની સામે તા. 25/4/2013 ના રોજ મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનમાં કલમ 395 અને 97, તા. 31/5/14ના મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનમાં કલમ 457 અને 380, તા. 17/7/14 ના ટંકારા પોલીસ સ્ટેશનમાં કલમ 395 તથા જીપીએકટ 135ઉપરાંત તા. રપ/ર/ર014ના ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં તેની વિધ્ધ 394, 452,356, 323,504,506 (2) અને 114 તથા તા. 9/4/2014 ના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કલમ 392, 342, 542 અને 114 મુજબ ગુન્હા નોંધાયા હતા અને આ તમામ ગુન્હાઓમાં તે વોન્ટેડ હતો.
મધ્યપ્રદેશથી પકડાયેલા આ શખ્સ સામે ત્યાંના પોલીસ મથકમાં પણ ર01ર અને ર017માં બે ગુન્હા નોંધાયાનું ખુલ્યું હતું. મધ્યપ્રદેશના ઉદયગઢ પોલીસ સ્ટેશનમાં ર01રમાં આઇપીસીની કલમ 382, 395 અને 412 મુજબ તથા એ જ પોલીસ મથકમાં 2017ની સાલમાં આઇપીસીની કલમ 294, 323 અને 506 મુજબ ગુન્હા નોંધાયાનું બહાર આવ્યું છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular