દેશમાં એક તરફ વિકાસની વાતો થઈ છે તો બીજી તરફ મોંધવારીની માર વચ્ચે ગરીબોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ રાજ્યમાં ગરીબી રેખા નીચે આવતા પરિવારો વિશે માહિતી જાહેર કરવામાં આવી હતી. આ માહિતી મુજબ રાજ્યમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં વધારો નોંધાયો છે.
રાજ્યના 23 જિલ્લાઓમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોમાં વધારો થયેલો જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2021 માં 129 અને વર્ષ 2022 માં 172 પરિવારોનો વધારો થયો નોંધાયો છે. તો અમરેલી જીલ્લામાં વર્ષ 2021 માં 309 અને વર્ષ 2022 માં 119 પરિવાર વધ્યા છે.
જો મોટા મોટા જિલ્લાઓ અને મેટ્રો સીટી ગણાતા શહેરોની વાત કરવામાં આવે તો ત્યાં પણ ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારો સરખામણીએ વધ્યા છે. અમદાવાદ, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, જૂનાગઢ વગેરે શહેરોમાં અનુક્રમે પાછળના બે વર્ષમાં 2,4, 78, 199, 4, 170, 149 જેટલા પરિવારો ગરીબી રેખા નીચે આવી ગયા છે. આ સાથે રાજ્યભરમાં વર્ષ 2021 અને 2022 એમ બે વર્ષમાં કુલ લગભગ 1397 જેટલા પરિવારો ગરીબી રેખા નીચે આવી ગયા છે.