ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટ તથા પૂર્વમંત્રી અને હાલ ધારાસભ્ય દ્વારા આગામી તા. 1 મે થી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવત કથાના આયોજન નિમિત્તે આજરોજ સંતો-મહંતોના હસ્તે અન્નપૂર્ણા પ્રજવલ્લિત વિભાગનો ડીસીસી સ્કૂલ મેદાન ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે કથાના યજમાન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), આણદાબાવા સેવા સંસ્થાના મહંત પ.પૂ. દેવીપ્રસાદજી મહારાજ, સ્વામિનારાયણ સંસ્થાના ચર્તભુજદાસજી મહારાજ, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટરો કેશુભાઇ માડમ, સુભાષભાઇ જોશી, સમર્પણના વસ્તાભાઇ કેશવાલા ઉપરાંત કિરીટભાઇ મહેતા, પી.ડી. રાયજાદા, ધારાસભ્ય હકુભાના પી.એ. પ્રવિણસિંહ જાડેજા, રાજુભાઇ વ્યાસ (મહાદેવ), પૂર્વમેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા પૂર્વ સ્ટે. કમિટી ચેરમેન કમલાસિંઘ રાજપૂત સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.