Monday, December 2, 2024
Homeરાષ્ટ્રીયપંજાબમાં કોંગ્રેસનો રાજકીય ભાંગડા

પંજાબમાં કોંગ્રેસનો રાજકીય ભાંગડા

ભાજપ-અકાલીદળ અને કેજરીવાલની ‘આપ’-બધાંય ચિત

- Advertisement -

નવા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનને જ્યાંથી વેગ મળ્યો તે પંજાબમાં નગર નિગમ, નગર પંચાયત ચૂંટણીમાં ભાજપ, અકાલી દળના સૂપડાં સાફ થઈ ગયાં છે. આંદોલનકારી ખેડૂતોને સમર્થન આપનાર કોંગ્રેસનો ડંકો વાગ્યો છે. સાથે હોશિયારપુર, મોગા સહિત 4 બેઠક પર લીડ મેળવી આમ આદમી પાર્ટી (આપ) એ પંજાબમાં કાઠું કાઢયું છે.

- Advertisement -

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહની કૃષિ કાયદાના વિરોધને ઊભા ફાડિયાં પાડીને લાભ લેવાની વ્યૂહરચનાને પંજાબની સ્થાનિક ચૂંટણીમાં સફળતાથી લાભ મળ્યો છે. જે કેપ્ટનની રાજકીય ગણતરી હતી અને તેમણે ખેડૂતોના નવા કાયદા સામેના વિરોધને પહેલાં ફેલાવ્યો હતો. બીજીબાજુ, જો કે અકાલી દળે તેમના મંત્રી હરસિમરત કૌરે નવા કૃષિ કાયદાના મામલે કેબિનેટમાંથી રાજીનામું આપવા સાથે એનડીએથી છેડો ફાડયો છતાં તેનો પરિણામમાં લાભ નહોતો મળી શક્યો.

જો કે, પંજાબમાં આ વિજય સાથે એવું સાબિત કર્યું છે કે, જે કેન્દ્ર પણ કહે છે કે, સમગ્ર કિસાનોનો વિરોધ એ કોંગ્રેસ પ્રાયોજિત છે.

- Advertisement -

ફિલ્મ સ્ટાર સની દેઓલના મતવિસ્તાર ગુરદાસપુરમાં ભાજપનો ઘોર પરાજય થયો છે. અહીંના તમામ ર9 વોર્ડ કોંગ્રેસે કબજે કર્યા છે. કૃષિ કાયદાના વિરોધમાં કેન્દ્રની મોદી સરકારનો સાથ છોડી દેનાર શિરોમણી અકાલી દળ પણ પોતાનો ગઢ બચાવી શકયા નથી. ર0રરની વિધાનસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી માટે પંજાબના આ પરિણામ આંખ ઉઘાડનારા બની રહેશે. પંજાબમાં કોંગ્રેસના વિજયનો શ્રેય મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને જાય છે પરંતુ રાજકીય વિશ્લેષકો તેને કૃષિ કાયદા અંગે ખેડૂતોની નારાજગીનાં પરિણામ તરીકે જુએ છે. 2015માં જ્વલંત વિજય મેળવનાર અને ભાજપ સાથે અગાઉ ગઠબંધન કરનાર અકાલી દળને ખેડૂતોની નારાજગી વહોરવી પડી છે. ચૂંટણી પહેલાં કેન્દ્ર સાથે નાતો તોડવાની નીતિ ફળી નથી.

છેલ્લી સ્થિતિએ પંજાબમાં કોંગ્રેસે 7 નગર નિગમ અને 98 મ્યુ.કાઉન્સીલ કબજે કરી છે. પંજાબના ખેડૂતો છેલ્લા બે મહિનાથી વધુ સમયથી દિલ્હીમાં આંદોલન ચલાવી રહ્યા છે. જેથી તેની અસર સ્થાનિક ચૂંટણીઓમાં જોવા મળ્યાનું અને ભાજપને મતદારોએ જાકારો આપ્યાનું માનવામાં આવે છે. કોંગ્રેસે મોગા, હોશિયારપુર, કપૂરથલા, અબોહર, પઠાણકોટ, બટાલા, બઠિંડા નગર નિગમ જીતી છે. બઠિંડામાં 53 વર્ષ બાદ કોંગ્રેસનો વિજય થયો છે. અહીં કોંગ્રેસના મેયર બનશે. આ બેઠક શિરોમણી અકાલી દળે ગુમાવી છે.

- Advertisement -

પંજાબની કુલ 109 નગર નિગમ-પંચાયત ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ તરફી પરિણામ આવી રહ્યા છે. ગત 14 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં 71 ટકા મતદાન થયું હતું. જેનું આજે પરિણામ જાહેર થયું છે.

પંજાબની 109 નગરપાલિકા અને પંચાયતો તેમજ સાત મહાનગરપાલિકા માટે થયેલા મતદાનમાં કોંગ્રેસે પંજાબની સાત નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના સૂપડાં સાફ કરી નાખ્યા હતા. સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે મોગા, હોશિયારપુર, કપૂરથલા, અબોહર, પઠાણકોટ, બટાલા અને ભટિંડા નગરપાલિકા જીતી લીધી હતી. ભટિંડા એ નગરપાલિકા કોંગ્રેસના ખાતામાં 53 વર્ષ બાદ આવી છે. ભટિંડા લોકસભાનું પ્રતિનિધિત્વ શિરોમણિ અકાલી દળના હરિસિમરન બાદલ કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular