Tuesday, October 8, 2024
Homeરાષ્ટ્રીયબપોરે બારથી ચાર દેશમાં ‘રેલ રોકો’ આંદોલન

બપોરે બારથી ચાર દેશમાં ‘રેલ રોકો’ આંદોલન

રેલ્વે રોકવામાં આવશે નહીં, પ્રવાસીઓને ચા-નાસ્તો કરાવશે ખેડૂતો અને એન્જીન પર ફુલો ચડાવવામાં આવશે

- Advertisement -

કૃષિ સુધારા કાયદા સામે છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીની સરહદોએ આંદોલન કરી રહેલા કિસાનોએ આજે ગુરૂવારે દેશભરમાં ‘રેલ રોકો’નું એલાન આપ્યું છે. એક તરફ રેલવે તંત્ર આ એલાનને પગલે એલર્ટ બન્યું છે તો બીજીતરફ કિસાનોએ જણાવ્યું હતું કે દેશભરમાં બપોરે 12 વાગ્યાથી ચાર વાગ્યા સુધી ચાર કલાક માટે આ આંદોલન ચલાવવામાં આવશે. કિસાન સંગઠનોએ જણાવ્યું હતું કે ગુરુવારે દેશભરમાં હજારો કિસાનો રેલના પાટા પર બેસી જશે.

- Advertisement -

કિસાનોના એલાન બાદ રેલવે તંત્ર પણ એલર્ટ બન્યું છે. જીઆરપી અને આરપીએફના જવાનોની રજાઓ રદ કરવામાં આવી છે. જાણકારી અનુસાર જ્યાં જ્યાં અસર થવાની સંભાવના છે ત્યાં વધારાના દળની તૈનાતી કરવામાં આવશે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર રેલવેએ આપીએસએફની 20 વધારાની કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. આ કંપનીઓ પંજાબ, હરિયાણા, યુપી અને પશ્ચિમ બંગાળમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.

દરમ્યાન, અન્ય એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર જય કિસાન આંદોલનના રાષ્ટ્રીય સંયોજકે જણાવ્યું હતું કે જે રીતે અમે સૌથી ઓછો ટ્રાફિક હોય ત્યારે ચક્કાજામ કર્યું હતું એ જ રીતે દિવસમાં જે સમય દરમ્યાન ટ્રેનોની સંખ્યા ઓછી હોય તે ગાળા દરમ્યાન અમે આ આંદોલન કરી રહ્યા છીઅ.

- Advertisement -

ઓલ ઈન્ડિયા કિસાન સભાના મહામંત્રી હન્નાન મુલ્લાએ કહ્યું કે રેલ રોકો આંદોલન ભારતના ઈતિહાસમાં નવું નથી. આ પણ વિરોધની એક પદ્ધતિ છે. અમે આ આંદોલન શાંતિપૂર્ણ રીતે કરશું.’ તેમણે આરોપ લગાવ્યો હતો કે કિસાનોની વાત કોઈ સાંભળી રહ્યું નથી. અમારી આ આંદોલનની ઘોષણા 15 દિવસ જૂની છે. અચાનક નથી. લોકોને તકલીફ પડશે પરંતુ તેમનાથી વધુ તકલીફ અમને પડી રહી છે.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે રેલ રોકો આંદોલન દરમ્યાન અધવચ્ચે કોઈ ટ્રેનને રોકવામાં આવશે નહીં. કિસાનો એન્જિન પર ચઢીને ફૂલ ચઢાવશે. યાત્રીઓને પણ ચા-નાસ્તો કરાવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular