પોલીયો જેવા મહાભયંકર રોગને કાયમ માટે નાબુદ કરવા સમગ્ર દેશમાં છેલ્લાં ઘણાં વર્ષાથી પલ્સ પોલીયો અભિયાન હાથ ધરવામાં આવી રહયુ છે. સમગ્ર દેશ ધ્વારા સ્વીકારવામાં આવેલ આ કાર્યકમને ખુબ સારી સફળતા પ્રાપ્ત થઈ છે અને મહત્વની વાત એ છે કે દેશમાં વર્ષોથી એક પણ પોલીયોનો નવો કેસ નોંધાયો નથી.
આજરોજ શહેરમાં સઘન પલ્સ પોલિયો રસીકરણ અભિયાન યોજાયું હતું. મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરના 84,000 જેટલાં 0 થી પ વર્ષ સુધીનાં બાળકોને લગભગ 411 બુથ, 9 ટ્રાન્ઝીટ બુથ તથા મોબાઈલ બુથ 52 પોલિયો રસીના ટીપાં પીવડાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના મેયર બીનાબેન કોઠારી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), કમિશ્નર વિજયકુમાર ખરાડી સહિતના મહાનુભાવો દ્વારા બાળકોને પોલીયોના ટીપા પીવડાવી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.