Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઆખા રાજ્યમાં નશેડી વાહન ચાલકો સામે પોલીસ બનશે આક્રમક

આખા રાજ્યમાં નશેડી વાહન ચાલકો સામે પોલીસ બનશે આક્રમક

અમદાવાદ સહિતના મહાનગરોમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવ વિરૂધ્ધ ઝુંબેશ ચલાવવા ડીજીનો આદેશ

- Advertisement -

અમદાવાદની હૈયું હચમચાવનારી ગોઝારી ઘટના બાદ રાજ્યનું પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તાકિદની બેઠક યોજી સમગ્ર રાજ્રયમાં નસો કરીને વાહન ચલાવતાં ચાલકો સામે આક્રમક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અમદાવાદ જ નહીં બલ્કે રાજ્યના એક પણ શહેર કે જિલ્લામાં આવી ઘટના આકાર ન લઈ જાય તે માટે પોલીસ દ્વારા અત્યારથી જ પગલાંઓ ઉઠાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન ડીજીપી વિકાસ સહાય સહિતના અધિકારીઓએ દરેક શહેરના પોલીસ કમિશનર તેમજ રેન્જ આઈજી-પોલીસવડાઓ સાથે યોજેલી વીડિયો કોન્ફરન્સમાં એવો આદેશ આપ્યો છે કે આજથી એક મહિના સુધી ડ્રન્ક એન્ડ ડ્રાઈવ મતલબ કે દારૂ પીને વાહન ચલાવતાં તત્વોને પકડીને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે.

- Advertisement -

આ ઉપરાંત આગામી સમયમાં વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જેમાં તેઓ રાજકોટ ઉપરાંત ગાંધીનગરમાં બે દિવસ રોકાણ કરવાના હોવાથી આ વેળાએ તેમની સુરક્ષા-વ્યવસ્થામાં કોઈ જ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે સ્થાનિક પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા તાકિદ કરવામાં આવી છે. સાથે જ મોહર્રમનો તહેવાર ચાલી રહ્યો હોવાથી તેમાં કોમી એખલાસ જળવાઈ રહે અને શાંતિમાં પલિતો ન ચંપાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવા સૌ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે.

દરમિયાન અમદાવાદ જેવી ઘટના એક પણ જિલ્લા-શહેરમાં ન બને તે માટે આજથી એક મહિનાની સ્પેશ્યલ ડ્રાઈવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ડ્રાઈવ અંતર્ગત પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે જેમાં પૂરપાટ ઝડપે દોડતા બાઈક-કાર સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે તો સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મુકનારા લોકોને જેલભેગા કરી દેવામાં આવશે.

- Advertisement -

ડીજીપીની વીડિયો કોન્ફરન્સ પૂર્ણ થતાંની સાથે જ અમદાવાદ પોલીસે કડક ચેકિંગ શરૂ કરી દીધું હતું. અમદાવાદમાં મોડીરાત સુધી કેફે ધમધમતા હોય છે ત્યારે અકસ્માત બાદ કેફે ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવી શકે છે. મોડીરાત સુધી ધમધમતા કેફેમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને પાર્ટીના આયોજનોને લઈ એસઓજી તેમજ ક્રાઈમ બ્રાન્ચે સિંધુ ભવન રોડ, થલતેજ રોડ, એસજી હાઈ-વે પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સાથે જ પીધેલાઓને પકડત્તા માટે ડ્રન્ક એન્ડ ડ્રાઈવ માટે ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીસ દ્વારા સ્પીડોમીટર અને બ્રેથ એનેલાઈઝર દ્વારા વાહન ચાલકોની તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular