કાલાવડ મેઇન બજારમાં એક મહિલાનો દોઢ તોલાનો સોનાનો ચેઇન પડી ગયો હોય, કાલાવડ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવી ફૂટેજ સહિતના આધારે મહિલાનો સોનાનો ચેઇન શોધી મહિલાને પરત આપ્યો હતો. આ અંગેની વિગત મુજબ ભૂમિબા વિજયસિંહ ગોહિલ નામની યુવતિ દ્વારા મુળીલા ગેઇટ પોલીસ ચોકી ખાતે પહોંચી જણાવ્યું હતું કે, કાલાવડ મેઇન બજારમાં રાધે ઇલેકટ્રોનિકસની દુકાન પાસે તેમનો દોઢ તોલાનો સોનાનો ચેઇન અને પેન્ડલ પડી ગયા હોવાનું જણાવ્યું હતું. આ અંગે થાણા અધિકારી વી.એસ. પટેલ દ્વારા તાત્કાલિક કાર્યવાહીની સૂચના આપતાં હેકો વનરાજભાઇ રાફડીયા, પોકો દિવ્યરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસતાં સીસીટીવી ફૂટેજમાં મંજુબેન ગોવિંદભાઇ ઝિંઝુવાડીયાને સોનાનો ચેઇન મળેલ હોય તેમના ઘરે જઇ તપાસ કરતાં તેમણે સ્વેચ્છાએ ચેઇન પરત સોંપતા કાલાવડ ટાઉન પોલીસે ભોગ બનનારને દોઢ તોલાનો સોનાનો ચેઇન પરત સોંપયો હતો.