જામજોધપુર ગામમાં ગીંગણી રોડ ઉપર આવેલા હોન્ડાના શો રૂમમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને રૂા. 1.92 લાખની રોકડ રકમની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ જામજોધપુર ગામમાં ગીંગણી રોડ પર આવેલા શુભ હોન્ડાના શો રૂમમાં ગત્ તા. 20ના રોજ આઠ વાગ્યાથી તા. 21ના સવારના આઠ વાગ્યા સુધીના સમય દરમ્યાન અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી સેલ્સ ઓફિસના ટેબલના ખાનામાં રાખેલી રૂા. 1,32,500ની રોકડ રકમ તથા સર્વિસ રૂમના ટેબલના ખાનામાં રાખેલી રૂા. 59,500ની રોકડ રકમ મળી કુલ રૂા. 1,92,000ની રોકડ રકમ ચોરી કરી ગયાની શો રૂમના સંચાલક રાકેશભાઇ ઝાલાવડિયા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એચ. વી. વડાવિયા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.


