તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આમ પ્રજાને વાહન તેમજ મોબાઇલ ચોરીના કિસ્સામાં પોલીસ સ્ટેશન જવું ન પડે અને આમ નાગરિક પોતાની ફરિયાદ કરે બેઠા કરી શકે તે માટે ઈ-એફઆઈઆરની સુવિધા ચાલુ કરવામાં આવી છે. જેમાં કોઇ પ્રજ્જનો મોબાઇલ ચોરી થઈ જાય કે વાહન ચોરી થઈ જાય અને આ ચોરી કોને કરી છે તેની તેના માલિકને જાણ ન હોય એટલે કે, આરોપી અજ્ઞાત હોય તેવા કિસ્સામાં આમ પ્રજનન આ ઈ-એફઆઈઆર સુવિધાનો લાભ લઇ શકે છે અને તેના માટે તેઓએ શું પ્રક્રિયા કરવાની છે અને આ ઈએફઆઈઆર કેવી રીતે થઈ શકે તેની જાણકારી લોકોને મળે તે હેતુથી જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ધન્વન્તરિ ઓડીટોરિયમ હોલ ખાતે હરિયા સ્કૂલ, એસવીઇટી કોલેજ, મહિલા કોલેજ, એસ.બી.શર્મા સ્કુલ, પ્રાઈમ સ્કૂલ, ડી.કે.વી. કોલેજ, આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓનો સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં આશરે 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેઓને આ સુવિધાઓનો લાભ તેઓ કઇ રીતે લઇ શકશે અને કેવા સંજોગોમાં ઈ-એફઆઈઆર થઈ શકે તે તમામ વિગત તેઓને સમજાવી જાણકારી પ્રેમસુખ ડેલુ દ્વારા આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ના.પો. અધિક્ષક એમ.બી. સોલંકી, કૃણાલ દેસાઈ, જે.એન. ઝાલા તેમજ પોલીસ ઈન્સ. એમ.જે. જલુ, કે.જે. ભોયે, કે.એલ. ગાધે તેમજ અન્ય પોલીસ અધિકારીઓ ઉ5સ્થિત રહ્યાં હતાં.