Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદેરાસરમાં ધાડના આરોપીઓને લઇ પોલીસ દ્વારા સ્થળ તપાસ તથા મુદ્દામાલ કબ્જે કરવા...

દેરાસરમાં ધાડના આરોપીઓને લઇ પોલીસ દ્વારા સ્થળ તપાસ તથા મુદ્દામાલ કબ્જે કરવા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં આણદાબાવાના ચકલાથી સેન્ટ્રલ બેંક તરફ જવાના માર્ગ પર જુની તાલુકા શાળા સામે આવેલાં શ્રી વિશા ઓશવાળ શાંતિ ભુવન તપગચ્છ જૈન દેરાસરમાં શનિવારે સવારના સમયે અજાણ્યા આવારા તત્વોએ ઘુસીને દેરાસરના કર્મચારી, મંદિરના ટ્રસ્ટી, દર્શનાથીઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. હાજર રહેલા વ્યક્તિઓને માર મારી પતાવી દેવાની ધમકી આપી ગેરકાયદેસર અટકાયત કરી હતી. છ શખ્સોએ રૂા. 500ની કિંમતનો ચાંદીનો નાનો કળશ, રૂા. 10,000ની કિંમતનો સાચા મોતીનો હાર તેમજ રૂા.15,000ની કિંમતનો સાચા મોતીનો સોનાના પેન્ડલવાળો હાર મળીને કુલ રૂા. 25,000ની માલમત્તાની લૂંટ ચલાવી બહારથી મંદિરનો દરવાજો બંધ કરી અંદર રહેલાઓને પૂરી દીધા હતાં તેમજ મંદિરની બહાર પડેલા ત્રણ વાહનોમાં આડેધડ પથ્થર મારી તોડફોડ કરી નાશી ગયા હતાં.

- Advertisement -

આ હિંચકારી ઘટના અંગે ટ્રસ્ટી કૌશિકભાઈ ઝવેરીની ફરિયાદને આધારે પ્રિતેષ ઉર્ફે પીન્ટુ ભરત પટેલ, પ્રદિપસિંહ અજીતસિંહ વાઘેલા, સંજય અશોક બાઉકીયા, જયવિર દિપક ચૌહાણ, મદ્રાસી કરણ ઉર્ફે બાડો રાજેન્દ્ર નાયર, નિર્મળ ઉર્ફે ત્રિકમ રમેશ પઢીયાર નામના 6 શખ્સો વિરૂધ્ધ પીઆઈ એમ.જે. જલુ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી. આ 6 શખ્સોને દબોચી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.આજરોજ પોલીસ દ્વારા 6 આરોપીઓને લઇ મુદામાલ રિકવર કરવા તથા પંચ નામું કરવા દેરાસર ખાતે લઇ જવામાં આવ્યા હતાં. તેમજ આરોપીના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular