જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં તિરંગા યાત્રાને જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા કમિશનર ડી એન મોદી, ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાની, શહેર કલેક્ટર બીજલ શાહ , એસપી પ્રેમસુખ ડેલુ, ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા , મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનકરા, ચીફ ફાયર ઓફિસર કે.કે બીશ્નોઈ, ઇડીપી મેનેજર મુકેશભાઈ વરણવા સહિતના જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ કોર્પોરેટરો દ્વારા તિરંગા યાત્રાને લાખોટા તળાવ ગેટ નંબર 1 ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો, આઈએનએસ નેવી વાલસુરા, જામનગર ફાયર એકેડેમી આર્મીના જવાનો હોમગાર્ડ પોલીસ વિભાગ તેમજ જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળા પ્રમાણમાં નગરજનો જોડાયા હતા.