ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ.100ની સપાટી વટાવી ગયા છે. જામનગરની વાત કરવામાં આવે તો આજે પેટ્રોલમાં 34પૈસાનો વધારો થતા પ્રતિ લીટર પેટ્રોલના ભાવ રૂ.103.21 થયા છે. જયારે ડીઝલના ભાવમાં 38પૈસાનો વધારો થતા નવો ભાવ રૂ.102.67 થયો છે.ઓક્ટોબર મહિનામાં પેટ્રોલના ભાવમાં રૂ.5નો વધારો થયો છે.
વધતા ઈંધણના ભાવને કારણે પ્રજાના હાલ બેહાલ બન્યા છે ત્યારે આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિવસે દિવસે ઈંધણના ભાવ આસમાને જઈ રહ્યા છે તો બીજી તરફ પ્રજાને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. વિમાન બળતણ ATF કરતાં પેટ્રોલ ડીઝલ મોંઘા થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલ ઉછાળાને કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં હાલમાં કોઈ રાહત મળે તેવી શક્યતા નથી.