Wednesday, July 1, 2026
Homeવિડિઓસન્યાસી પદયાત્રીની રોકડ ચોરનાર શખ્સો ઝડપાયા - VIDEO

સન્યાસી પદયાત્રીની રોકડ ચોરનાર શખ્સો ઝડપાયા – VIDEO

દ્વારકા જતાં પદયાત્રીના થેલામાંથી બેડ ગામ પાસે થયેલ ચોરીના કેસમાં એલસીબી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. અને રોકડ, મોટરસાઇકલ સહિત કુલ રૂા.1,06,050 નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ રાજસ્થાનના સન્યાસી દ્વારકાની પદયાત્રાએ જતાં હોય ગત તા.26ના બેડ ગામ પાસે પોતાની ત્રણ પૈડાવાળી સાયકલ રોડ ઉપર પાર્ક કરી હતી. જેમાં રહેલ કપડાનો થેલો તથા પતરાની પેટીમાંથી ભેટ સોગાદમાં મળેલ અંદાજે 50 થી 60 હજારની રોકડની ચોરી થયાની સિકકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં સંડોવાયેલ શખ્સો સરમત ગામના પાટીયા પાસે રોડ ઉપર ઉભા હોવાની એલસીબીના ઘનશ્યામભાઇ ડેરવાડીયા, મયુદીનભાઇ સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઇ પરમારને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈનીની સુચના અને એલસીબીના પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબીના પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, યુવરાજસિંહ ઝાલા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

જેમાં ઉદલ કનૈયા પરમાર, ભરત માલા ઉર્ફે જગમલ રાઠોડ તથા એક કાયદાથી સંઘર્ષીત કિશોરને ઝડપી લઇ રૂા.56050ની રોકડ તથા રૂા.50 હજારનું મોટરસાઇકલ સહિત કુલ રૂા.1,06,050નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપી ઉદલ કનૈયા પરમાર વિરૂઘ્ધ સીટી સી ડિવિઝન તથા સીટી બી ડિવિઝનમાં પણ ગુન્હા નોંધાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular