Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન : તાપમાન 39.1 ડિગ્રી

જામનગરમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન : તાપમાન 39.1 ડિગ્રી

અંગ દઝાળતા તાપથી બપોરના સમયે બહાર નિકળવાનું ટાળતા શહેરીજનો : રાત્રિના સમયે ઠંડા પવનથી રાહત

- Advertisement -

જામનગર શહેરમાં ફરી એક વખત તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી જતાં શહેરીજનો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ વરસાદની પણ આગાહી હોય આગામી દિવસોમાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી શકે છે. ખાસ કરીને હાલમાં રાત્રિના સમયે ઠંડા પવનને કારણે દિવસભરની અસહ્ય ગરમી બાદ રાત્રિના લોકોને ગરમીમાંથી રાહત મળે છે. ઉનાળાએ આકરા તેવર દેખાડતા અંગ દઝાડતા તાપથી લોકો પરેશાન થયા છે અને બપોરના સમયે માર્ગો સુમસામ બનતા જોવા મળી રહ્યા છે.

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી અને આકરો તાપ શરૂ થઈ ચૂકયો છે. આકાશમાંથી અંગારા વરસતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ચૂકયા છે. ગત સપ્તાહ પૂર્વે જામનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ચૂકયો હતો ત્યારે ફરી એક વખત જામનગર શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ચૂકયો છે. કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં મહતમ તાપમાન 39.01 ડિગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 28.07 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા તથા પવનની ગતિ 8.2 કિલો/પ્ર.ક. રહી હતી.

શહેરમાં અંગ દઝાળતી ગરમીથી બપોરના સમયે માર્ગો સુમસામ બનતા જોવા મળી રહ્યા છે. તેમજ અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ચૂકયા છે. તો બીજી તરફ આકરા તાપને પરિણામે પેટના દુ:ખાવા, ઝાડા-ઉલ્ટીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. બપોરના સમયે અસહ્ય ગરમીનો સામનો કર્યા બાદ રાત્રિના સમયે વાતાવરણમાં થોડી ટાઢક જોવા મળતા લોકો હરવા-ફરવાના સ્થળે તેમજ સોસાયટીમાં, ગાર્ડનમાં ઠંડી હવાનો સહારો લેતા હોય છે. તેમજ બરબરતા તાપને કારણે આખો દિવસ પરેશાન રહ્યા બાદ લોકો ઠંડા પીણા, બરફ ગોલા, આઇસ્ક્રીમ, શેરડીનો રસ, જ્યુસ સહિતની સામગ્રીઓનો સહારો લઇ રહ્યા છે.

- Advertisement -

જામનગર શહેરની સાથે-સાથે કાલાવડ-જામજોધપુર-ધ્રોલ-જોડિયા-લાલપુર સહિતના ગ્રામ્ય પંથકોમાં સૂર્યનારાયણના આકરા મિજાજનો ગ્રામજનો સામનો કરી રહ્યા છે. આકરી ગરમીને પરિણામે ખેતમજૂરોને પણ ભારે તાપનો સામાનો કરવો પડી રહ્યો છે. હાલમાં વેકેશનનો સમય હોય ત્યારે બાળકોને શાળા એ જવાનું ન હોવાથી રાહ છે. પરંતુ, શહેરીજનો આકરી ગરમીને પરિણામે પરેશાન થયા છે. ત્યારે બીજી તરફ આગામી સમયમાં પવનની આગાહી હોય શહેરીજનોને ગરમીમાંથી રાહત મળવાની આશા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular