Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરજા.મ.પા. માં જન્મ-મરણના દાખલા માટે લોકોને તકલીફ

જા.મ.પા. માં જન્મ-મરણના દાખલા માટે લોકોને તકલીફ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટેની બારી મોડી ખુલતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પરિણામે લોકો પરેશાન થયા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં જન્મ-મરણના દાખલા માટે આવતા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓ – કર્મચારીઓ હાજર ન હોય. અરજદારોને ધરમના ધક્કા થતા હોય, પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે 11 વાગ્યા સુધી બારી ન ખુલતા અરજદારોએ પરેશાન થઈ હોબાળો મચાવ્યો હતો. સર્વર ડાઉન હોવાનું જણાવી બારી મોડી ખોલવામાં આવી હતી. જેનો ભોગ જામનગર શહેરના અરજદારો બન્યા હતાં. એક તરફ આ બારી મોડી ખુલ્લી હતી બીજી તરફ જન્માષ્ટમી પર્વની રજા આવી રહી હોય, અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. અને અવાર-નવાર અરજદારોને ધરમના ધકકા ખાવા પડતા હોવાનું પણ અરજદારોએ જણાવી રોષ વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular