જામનગર શહેરમાં રાષ્ટ્રીય સ્વ્યસેવક સંઘ દ્વારા ગઈકાલે રવિવારે પથ સંચાલન નું આયોજન કરવામાં આવ્યું હતું. ધન્વન્તરી મેદાન ખાતે થી પ્રારંભ થયેલુ પથ સંચાલન અંબર સિનેમા રોડ, ત્રણબત્તી, બેડી ગેટ, ટાઉન હોલ, લાલબંગલા, ગુરુદ્વારા સહિતના રાજમાર્ગો પર ફરી ધન્વન્તરી મેદાન ખાતે પૂર્ણ થયું હતું.
આ પથ સંચાલન દરમ્યાન જી.જી. હોસ્પિટલ વેપારી એસોસીએસન દ્વારા પથ સંચાલન નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે જી.જી. હોસ્પિટલ વેપારી એસોસીએસનના પી.ડી.રાયજાદા, મિતપાલસિંહ રાયજાદા તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ટાઉનહોલ ખાતે બ્રહ્મદેવ સમાજના અજયભાઈ જાની અને કેતન ભાઈ ભટ્ટ તથા શાસક પક્ષ ના નેતા કુસુમબેન પંડ્યા, વોર્ડનં 9 ના કોર્પોરેટર નીલેશભાઈ કગથરા, ધીરેનભાઈ મોનાણી, ધર્મીના બેન સોઢા દ્વારા સ્વાગત કરાયું હતું. શહેર ના મુખ્ય માર્ગો ઉપર થી શિસ્ત બદ્ધ રીતે સંઘના 200 થી વધુ સ્વંયસેવકો એ પથ સંચલન માં ભાગ લીધો હતો જેને અલગ અલગ 29 જેટલી અલગ અલગ જગ્યાએ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.