જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં રહેતા મેર પ્રૌઢે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં રહેતાં વિરમભાઈ નગાભાઈ પરમાર (ઉ.વ.55) નામના મેર પ્રૌઢે રવિવારે બપોરના સમયે ગામમાં આવેલા શંકરના મંદિર નજીક કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે સોમવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર રણજીત દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
પાટણ ગામમાં પ્રૌઢનો ઝેરી દવા પી આપઘાત
સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસ