પંચકોશી બી ડીવીઝન પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત ત્રણ લોકોના મોબાઇલ ફોન શોધી આપી પરત કરવામાં આવ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, પંચકોશી બી ડીવીઝનમાં મોબાઇલ ખોવાયા અંગેની અરજીઓ સંદર્ભે પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર તથા જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ એ ક્રાઈમ કોન્ફરન્સમાં આપેલ સૂચના અંતર્ગત ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આર બી દેવધાના માર્ગદર્શન મુજબ પંચકોશી બી ડીવીઝનના પીઆઈ વી.જે. રાઠોડ દ્વારા CEIR-PORTAL ની મદદથી ખોવાયેલ મોબાઇલ ફોન શોધી અરજદારો જય દિનેશભાઈ ભંડેરી, ધવલભાઈ રાજેશભાઈ કુબેર તથા તુલસીભાઈ કરશનભાઈ સોલંકી નામના ત્રણ અરજદારોને તેઓના મોબાઇલ ફોન પરન કર્યા હતાં.