Thursday, September 19, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છરૂપાલાનો વિરોધ : પદ્મીનીબા વાળાએ કર્યો અન્નનો ત્યાગ

રૂપાલાનો વિરોધ : પદ્મીનીબા વાળાએ કર્યો અન્નનો ત્યાગ

- Advertisement -

લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે.
આ નિવેદન બાદ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી હતી. મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખે પણ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે તેમ છતા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે. રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે. ત્યારે હવે પદ્મીનીબા વાળાએ રૂપાલાના વિરોધમાં કર્યો અન્નનો ત્યાગ કર્યો છે અને સાથે ક્ષત્રિય મહિલાએ પણ આજે કહ્યું કે અમે પણ પદ્મીનીબા સાથે અન્નનો ત્યાગ કરીશું.

- Advertisement -

લોકસભા રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં પદ્મીનીબા વાળાએ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યા સુધી અન્નનો ત્યાગ કર્યો છે. તેમની સાથે ક્ષત્રિય મહિલાઓએ પણ અન્નનો ત્યાગ કર્યો છે. એક તરફ આજે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપની બેઠક યોજાશે. ત્યારે આ બેઠકમાં આમંત્રણ ન મળ્યાનું પદ્મીનીબા વાળાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેઠક ક્ષત્રિય સમાજ વચ્ચે થવી જોઈએ કોઈ આઠ વ્યક્તિ વચ્ચે ન થવી જોઈએ. રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતે પદ્મીનીબા વાળા અને ક્ષત્રિય મહિલાઓએ અન્નનો ત્યાગ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular