Thursday, February 29, 2024
Homeરાજ્યજામનગરવિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળ સહિતના સંગઠનો જામનગર થી અયોધ્યા રવાના

વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળ સહિતના સંગઠનો જામનગર થી અયોધ્યા રવાના

- Advertisement -

જામનગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અગ્રણીઓ સ્પેશિયલ આસ્થા ટ્રેન મારફત અયોધ્યા શ્રી રામ લલ્લાના દર્શને રવાના થયા છે. રવિવારે રાત્રે જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, સુબ્રમણ્યભાઈ પિલ્લે, વિજયભાઈ બાબરીયા, પ્રચાર પ્રસાર જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, બજરંગ દળના સંયોજક હિરેનભાઈ ગંઢા, સહ સંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, દુર્ગા વાહિનીના સંયોજીકા કૃપાબેન લાલ સહિતના અગ્રણી કાર્યકર્તાઓ પરિવાર સાથે રવાના થયા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી હેમતસિંહ જાડેજા, સહમંત્રી અને ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી અને સ્વરૂપબા જાડેજા સહિતના અગ્રણીઓએ રેલ્વે સ્ટેશન ઉપર શુભેચ્છા પાઠવી હતી. સોમવારે બપોરે જામનગરના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ ઉપરાંત એબીવિપી સહિતની સંસ્થાઓના અગ્રણીઓ આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular