જામનગરમાં આગામી ગણેશ મહોત્સવને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા આદેશો જાહેર કરાયા છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીના જણાવ્યા અનુસાર ગણેશ મહોત્સવ નિમિત્તે શહેરમાં ગણેશજીની મૂર્તિના નિર્માણ અનુસંધાને શહેરમાં મૂર્તિઓનું નિર્માણ કરતા ધધાર્થીઆ આસામીઓએ મૂર્તિઓ બનાવવા માટે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય તેવી વિવિધ પ્રકારની પરંપરાગત માટી ગારાનો જ ઉપયોગ કરવો, મૂર્તિઓના કલર કામમાં ઝેરી રસાયણયુક્ત (ટોક્સિકો ન હોય અને વાતાવરણને પ્રદૂષિત ન કરે તેમજ પાણી અને જમીનને નુકસાનકર્તા ન હોય તેવા કલરનો જ ઉપયોગ કરવાનો રહેશે. મૂર્તિઓ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ, પ્લાસ્ટિક કે થર્મોકોલનું મટિરિયલ્સ વાપરવું નહીં, મૂર્તિઓના કલરકામ -શાજશણગારમાં ટોક્સિક અને નોન બાયો ડિગ્નેડેબલ કેમિક્લ ડાઇનોઉપયોગ કરવો નહીં. મૂર્તિઓની મહત્તમ ઉંચાઈ બેઠક સઠિત પાંચ ફૂટથી વધુ ન હોવી જોઈએ.ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરતા પંડાલો / આયોજકો / મંડળો વિગેરેએ ઉપર મુજબના પ્રતિબંધિત પદાર્થોથી બનેલી મૂર્તિઓની ખરીદી ન કરવી તથા તેની સ્થાપના પણ ન કરવી. જેના કસુર કિસ્સાઓમાં આવીમૂર્તિઓ મહાનગરપાલિકા ધ્વારા જપ્ત કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.